કાર્યવાહી:વિજાપુરમાં બાથરૂમ અને પ્રેસ લખેલી ગાડીમાંથી વિદેશી દારૂ સપ્લાય કરતા લિસ્ટેડ બુટલેગર મનુજીનો પુત્ર અને તેનો સાગરિત ઝડપાયા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેડ દરમિયાન બે આરોપી ઝડપાયા - Divya Bhaskar
રેડ દરમિયાન બે આરોપી ઝડપાયા
  • બાથરૂમ અને પ્રેસ લખેલી ગાડીમાંથી પણ દારૂની પેટીઓ મળી

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુાકમાં લિસ્ટેડ બુટલેગર મનુજી વિહોલના પુત્ર અને તેના સાગરિતને પોલીસે વિદેશી દારૂનો સપ્લાય કરતા ઝડપી પાડ્યા છે. આરોપીઓ પ્રેસ લખેલી કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે.

વિજાપુર તાલુકા માં લિસ્ટેડ બુટલેગ મનુજી લક્ષમણજી વિહોલ પોતાના મળતીયાઓ ને સાથે રાખી વિજાપુર ખણસા હાઇવે પાસે આવેલ વેલકમ વોટર સપ્લાય ની પાસે વિદેશી દારૂ નો સપ્લાય કરતા હોવાની બાતમી વિજાપુર પોલીસ ને મળી હતી.વિજાપુર પોલીસ બાતમી આધારે વેલકમ વોટર સપ્લાય પાસે જઇ રેડ મારી હતી જ્યાં તપાસ દરમિયાન પોલીસ ને એક પ્રેસ લખેલી ગાડી મળી આવી હતી અને બાથરૂમ પાસે ઉભેલા બે ઈસમો ને પોલીસે ઝડપી લીધા હતા.

રેડ દરમિયાન લિસ્ટેડ બુટલેગર નો પુત્ર ધર્મેન્દ્રસિંહ અને તેનો સાગરીત સુરેશજી વિહોલ ને ઝડપી પૂછતાછ કરી હતી બાદમાં તપાસ માં જાણવા મળ્યું હતું કે બાથરૂમ માં વિદેશી દારૂ રાખી દારૂ નું સપ્લાય કરતા હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું હતું.તેમજ ઉપરોક પ્રેસ લખેલી ગાડી પ્રભાતસિંહ મકવાણા નામના ઇસમે દારૂ ના સપ્લાય માટે મૂકી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે GJ1HN0108 નમ્બર ની ગાડી તેમજ વિદેશી દારૂ જેની કિંમત 81 હજાર 370 મળી કુલ 1 લાખ 86 હજાર 870 નો મુદ્દામાલ જપ્ત કર્યી હતો તેમજ વિજાપુર પોલીસ મથકમાં પ્રભાતસિંહ કચરાજી મકવાણા,ધર્મેન્દ્રસિંહ મનુજી વિહોલ,સુરેશકુમાર પારખાનજી વિહોલ,મનુજી લક્ષમણજી વિહોલ સામે ગુનો નોંધી ફરાર આરોપી ને ઝડપવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...