તપાસનો આદેશ:સમયસર ચાર્જશીટ રજૂ નહીં કરતાં કડી પીએસઆઈ સસ્પેન્ડ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેડ ક્વાર્ટરમાં બદલી કરી ખાતાકીય તપાસનો આદેશ
  • સમયસર ચાર્જશીટ ન થતાં આરોપીને ડિફોલ્ટ જામીનનો લાભ મળતાં છુટી ગયો હતો

કડી પીએસઆઈ બી.એમ. પટેલને સમયસર ચાર્જશીટ રજૂ નહીં કરી દાખવેલી બેદરકારી મામલે એસપીએ સસ્પેન્ડ કરી હેડ ક્વાર્ટરમાં મૂકી ખાતાકીય તપાસના આદેશ કરતાં બેડામાં હલચલ મચી છે.કડી પોલીસ સ્ટેશનના વર્ષ 2020ના 306 કલમ મુજબના ગુનાના આરોપી સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ (રહે.વામજ, તા.કડી, મૂળ રહે. બુકોલી, તા.કાંકરેજ)ને રેન્જ આઈજી સ્કવોડે ઝડપી કડી પોલીસને સોંપ્યો હતો. આ કેસની તપાસ પીએસઆઈ બી.એમ. પટેલને સોંપાઈ હતી. તેમણે તપાસ કરીને 60 દિવસના બદલે 88 દિવસે ચાર્જશીટ કર્યું હતું.

તેથી આરોપીને ડિફોલ્ટ બેઇલનો લાભ આપી રૂ.25 હજારના જામીન ઉપર મુક્ત કરાયો હતો. સમય મર્યાદામાં ચાર્જશીટ ન થતાં આરોપીને ડિફોલ્ટ બેઇલનો લાભ મળતાં એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે પીએસઆઈ બી.એમ. પટેલને સસ્પેન્ડ કરી હેડ ક્વાર્ટરમાં મૂકી તપાસનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...