મહેસાણા જિલ્લાના વતની હોય પણ વતનથી દૂરના જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં હોય એવા શિક્ષકો પૈકી ઘણા શિક્ષકો સિનીયોરીટી મુજબ જિલ્લાફેરમાં વતન આવા અરજી કરતાં હોય છે.જેમાં ઘણા શિક્ષકોનો એકાદ દશકા પછી વતનના જિલ્લાની શાળામાં ફરજનો લાભ મળતો હોય છે,તો જિલ્લાની શાળાઓમાં ખાલી જગ્યા ન હોય તો ઘણા શિક્ષકોને સીનીયોરીટી છતાં વતનની શાળામાં ફરજ માટે રાહ જોવી પડતી હોય છે.હાલ જિલ્લાફેર માટે સરકારીરાહે કવાયત શરૂ થઇ છે.
જેમાં મહેસાણા જિલ્લામાં અન્ય જિલ્લાની શાળાથી આવવા ઉત્સુક વિવિધ કેટેગરીમાં કુલ 5620 શિક્ષકોની કાચલાઉ સિનીયોરીટી યાદી પ્રા.શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાઇ છે,હવે આ યાદી સામે આવેલા વાંધા, સુધારાની ચકાસણીના અંતે યાદી આખરી કરાશે અને ત્યારબાદ કેટેગરી અગ્રતા પ્રમાણે જગ્યા મુજબ શિક્ષકોને જિલ્લાફેરમાં લેવાશે. જિલ્લામાં 400 જગ્યાઓ હોવાનું સૂત્રોનું કહેવું છે.
વિધવા, દિવ્યાંગ, શિક્ષક દંપતી સહિત 6ને અગ્રતા, 455 યાદીમાં
અગ્રતામાં વિધવા, દિવ્યાંગ, શિક્ષક દંપતી, સરકારી દંપતી, અધર દંપતી અને વાલ્મિકી એમ 6 કેટેગરીમાં આવતા શિક્ષકોનો સમાવેશ થાય છે. જેમાં પ્રાથમિકમાં 255, ઉચ્ચ પ્રાથમિક ભાષામાં 86, ગણિત-વિજ્ઞાનમાં 78, સામાજિક વિજ્ઞાનમાં 36 મળી કુલ 455 શિક્ષકોનો કામચલાઉ યાદીમાં સમાવેશ છે. જેમ કે, મહેસાણામાં પતિ સરકારી નોકરી કરતાં હોય અને પત્ની અન્ય જિલ્લામાં પ્રા.શિક્ષક હોય તો સરકારી દંપતીમાં જિલ્લાફેરમાં આવી શકે. બંને પ્રા.શિક્ષક હોય તો શિક્ષક દંપતી,દંપતી પૈકી એક પ્રા.શિક્ષક તો બીજા ગ્રાન્ટેડ શિક્ષક કે પ્રોફેસર હોય તો અધર દંપતી કેટેગરીમાં હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.