પાયલોટ પ્રોજેક્ટ:પ્રોપર્ટી કાર્ડ માટે ડ્રોન સર્વેક્ષણ પહેલા આજથી મહેસાણાના 9 ગામમાં મિલકતોનું ચૂના માર્કિંગ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વામિત્વ યોજનાના પાયલોટ પ્રોજેક્ટમાં આગામી તા. 23 સુધીમાં તાલુકાના 79 ગામડાઓની મિલકતોને ચૂના માર્કિંગ કામ પૂર્ણ કરવાનું આયોજન કરાયું

મહેસાણા તાલુકાના ગામ તળના 79 ગામડાની સ્વામિત્વ યોજનામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી થઇ છે. આ ગામોની સરકારી, ખાનગી તમામ મિલકતના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવા માટે ડ્રોન સર્વેક્ષણથી માપણી, હક્કચોકસી સહિતની કામગીરી માટેનો યોજનાનો પ્રથમ તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે તંત્ર દ્વારા શુક્રવારે 9 ગામની મિલકતોને ચૂના માર્કિંગ કામગીરી શરૂ કરાનાર છે. ગામના સરપંચ, તલાટી, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરીના સર્વેયર સહિતની ટીમની ઉપસ્થિતીમાં મિલકતોના સુચિત માપદંડોના કોર્નરોને ચૂના માર્કીગની કામગીરી આંરભાશે. ત્યારપછી અન્ય ગામોને આવરી લઇને આગામી તા. 23 જૂન સુધીમાં તમામ 79 ગામડાઓને ડ્રોન સર્વેક્ષણ પહેલા મિલકતોને ચૂના માર્કિંગ હેઠળ આવરી લેવાનો લંક્ષાક નક્કી કરાયો છે.​​​​​​​

મહેસાણા તાલુકામાં શુક્રવારથી બુટ્ટાપાલડી, ગોરાદ, વીરતા, દવાડા, ખરસદા, પાલોદર, દેલા, ચિત્રોડીપુરા અને મેઘાલીયાસણા ગામમાં તાલુકા પંચાયત, સિટી સર્વે અને ડીઆઇએલઆર, ગ્રામ પંચાયતના સંયુક્ત સંકલનમાં મિલકતોને ચૂના માર્કિંગ કામગીરી હાથ ધરાનાર છે. મહેસાણા ટી.ડીઓ ગૌરવભાઇ પટેલે કહ્યું કે, બે દિવસમાં મહેસાણા તાલુકાના નવ ગામની મિલકતોને ચૂના માર્કિંગ કામગીરી કરવાનું આયોજન કરાયું છે.

આમ આગામી તા. 23મી સુધીમાં 79 ગામની મિલકતોને ચૂના માર્કિંગ હેઠળ આવરી લેવાનું લક્ષાંક નક્કી કરી આયોજન આગળ વધશે. સૂચિત માપદંડો મુજબ મિલકતોને ચૂના માર્કિંગ ડ્રોન સર્વેક્ષણમાં કેપ્ચર થઇને ડીઆઇએલઆર કચેરી રાહે હક્ક ચોકસી, માપણીની પ્રક્રીયા આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...