બેદરકાર તંત્ર:મહેસાણા મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાઇટિંગનું કામ 5 મહિના પછીયે અધ્ધર

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ કામ શરૂ કરવા એજન્સીને નોટિસ આપી છે
  • એક વર્ષમાં 4 હાઇમાસ્ટ ટાવર, સીસીટીવી કેમેરા, ડિઝિટલ સ્કોર બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ સહિતની કામગીરી પૂર્ણ કરવાની મુદત અપાઇ છે

મહેસાણા નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સિવિલવર્ક પૂર્ણતાએ છે. જોકે, આ દરમિયાન રાત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે હાઇમાસ્ટ ટાવર સહિત વીજળીકરણ માટે એજન્સી નિમાયાના 5 મહિના થવા છતાં હજુ કામ અધ્ધરતાલ છે. આ ગતિ રહે તો હજુ રાહ જોવી પડે તેમ હોઇ નગરપાલિકાએ કામ શરૂ કરવા એજન્સીને નોટિસ આપી છે.નગરપાલિકા દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની એજન્સીને મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇલેકટ્રીસિટીનું કામ કરવા વર્કઓર્ડર અપાયો હતો.

એજન્સીએ કામ શરૂ ન કરતાં અગાઉ એજન્સીને કામ શરૂ કરવું નહિ તો આગળની કાર્યવાહી કરાશે તેવી નોટિસ અપાઇ હતી. પરંતુ હજુ ગ્રાઉન્ડમાં કામગીરી શરૂ કરાયું નથી. વર્કઓર્ડરના એક વર્ષમાં 4 હાઇમાસ્ટ ટાવર, સીસીટીવી કેમેરા, ડિઝિટલ સ્કોર બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ સહિતની તમામ ઇલેક્ટ્રીસીટી કામગીરી પૂર્ણ કરવાની સમયાવધિ અપાઇ છે, જેમાં 5 મહિના જતા રહ્યા, હવે 7 મહિના જ બાકી રહ્યા છે.

આજકાલમાં કામગીરી શરૂ કરવાની તૈયારી છે
આ અંગે બાંધકામ ઇજનેર જતીનભાઇ પટેલે કહ્યું કે, એજન્સીને કામ શરૂ કરવા નોટિસ આપેલી છે, હમણાં તેમણે સંપર્ક કરીને આજકાલમાં કામગીરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...