ભાદરવો ​​​​​​​ધખ્યો:આજે બપોર પછી ઉ.ગુ.નાં છુટાછવાયાં વિસ્તારોમાં હળવાં ઝાપટાં વરસી શકે છે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં 24 કલાકમાં ગરમીનો પારો પોણા બે ડિગ્રી વધી 37.7 થયો

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વીય રહી હતી. જેના કારણે ગરમીનું પ્રમાણ પોણા 2 ડિગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 37.2 થી 39.1 ડિગ્રી રહ્યું હતું. કંડલા બાદ 39.1 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. કંડલાનું તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 2 દિવસથી માથું ફાડે તેવી ગરમીનો કહેર વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. 16 સપ્ટેમ્બર સુધી વાતાવરણ વરસાદી રહી શકે છે. આ દરમિયાન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. જ્યારે મહેસાણામાં મધ્યમ તેમજ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું જોર ઓછું રહી શકે છે.

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 10 મીની બપોર પછી ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં વરસી શકે છે. 11 મીએ હળવાથી મધ્યમ વરસાદ, 12 થી 14 મી સુધી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 16 મી સુધી હળવા વરસાદની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...