વરસાદની આગાહી:28 થી 30 મે સુધીમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડી શકે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંતા, અંબાજી, ખેડબ્રહ્મા, પોશીનામાં પ્રિ-મોનસુન વરસાદની આગાહી
  • મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં ગરમી 1 ડિગ્રી વધી 40 ડિગ્રીએ પહોંચી

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગરમી વધુ 1 ડિગ્રી સુધી વધી હતી. આ સાથે બુધવારે મુખ્ય 5 શહેરોનું તાપમાન 39.6 થી 40.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. પ્રતિ કલાકે સરેરાશ 6 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને દેહ દઝાડતી ગરમીનો અનુભવ કરાવ્યો હતો. જ્યારે 28 થી 30 મે સુધીમાં દાંતા, અંબાજી, ખેડબ્રહ્મા, પોશીના પંથકમાં પ્રિ-મોનસુન વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 26 અને 27 મે દરમિયાન ઉત્તર ગુજરાત અંશત: વાદળછાયું રહી શકે છે. જેને લઇ ગરમીનું પ્રમાણ સામાન્ય વધવાની શક્યતા છે. બીજી બાજુ વેધર એક્સપર્ટના મતે, 28મી થી રાજસ્થાનમાં વાદળછાયું વાતાવરણ બનતાં તેની અસર ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં પણ વર્તાશે. જેને પગલે 28 થી 30 મે સુધીમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના છુટાછવાયા વિસ્તારોમાં પ્રિ-મોનસુનનો હળવો વરસાદ વરસી શકે છે.

ઉ.ગુ.માં ગરમીનો પારો

મહેસાણા40.0 (+0.5) ડિગ્રી
પાટણ40.2 (+1.2) ડિગ્રી
ડીસા39.6 (+1.0) ડિગ્રી
હિંમતનગર40.7 (+0.3) ડિગ્રી
મોડાસા40.1 (+0.2) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...