તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ઊંઝા, પાટણ, ચાણસ્મા, વારાહી પંથકમાં હળવાં વરસાદી ઝાપટાં

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 40 ડિગ્રી ગરમીથી દિવસભર ઉકળાટનો કહેર યથાવત
 • આજે પણ ઉ.ગુ.માં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં શનિવારે પણ ચોમાસા જેવું વાતાવરણ રહ્યું હતું.સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઊંઝા, પાટણ, ચાણસ્મા, વારાહી અને બાયડ પંથકમાં હળવાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. શનિવારે મુખ્ય 5 શહેરોનું તાપમાન 40 થી 40.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ગરમીથી આંશિક રાહત વચ્ચે દિવસભર ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો.

જ્યારે સાંજના સમયે ઊંઝા, પાટણ, ચાણસ્મા, વારાહી પંથકમાં હળવો વરસાદ તેમજ અરવલ્લીના બાયડ પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક વાતાવરણ બદલાતાં અને વરસાદી માહોલ થતાં ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે દોડાદોડ કરતા જોવા મળ્યા હતા. ખરવાડમાં પડેલો તૈયાર મોલ બગડે નહીં તે માટે ઢાંકવા દોડાદોડ જોવા મળી હતી.દરમિયાન હવામાન વિભાગ મુજબ, રવિવારે ઉ.ગુ.માં છુટાછવાયા વિસ્તારોમાં ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો