તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:ઉત્તર ગુજરાતમાં 48 કલાક પછી હળવા વરસાદની આગાહી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ-પશ્ચિમ પવનથી ગરમી દોઢ ડિગ્રી ઘટી 38 થઇ

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પવનની દિશા બદલાતાં ગરમી સતત ઘટી રહી છે. દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતાં મંગળવારે તાપમાન વધુ દોઢ ડિગ્રી સુધી ઘટી 38 ડિગ્રી અાસપાસ અાવતાં ગરમીથી આંશિક છુટકારો મળ્યો હતો. જ્યારે આગામી 48 કલાક બાદ ઉ.ગુ.માં વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાતમાં મંગળવારે ગરમીમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે મુખ્ય 5 શહેરોનું તાપમાન 38.5 થી 39 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જેના કારણે અાકરી ગરમીથી રાહત મળી હતી. જો કે, સામાન્ય ઉકળાટનો અનુભવ યથાવત રહ્યો હતો. વેધર અેક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ રહી છે. જેના કારણે અાગામી 48 કલાકમાં ઉ.ગુ.ના વાતાવરણમાં પલટો અાવવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે. તા.16 મે સુધી પલટાયેલા વાતાવરણની સ્થિતિ યથાવત રહેશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી હળવા ઝાપટાંની શક્યતા પણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...