આદેશ:મહેસાણામાં સરકારી અનાજનો જથ્થો વેચનારા દુકાનદારનો પરવાનો મોકૂફ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વી.કે.વાડી સામે સંચાલિકા પાયલબેન દવેની દુકાનમાં ઘઉં ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ બહાર આવતા પુરવઠા અધિકારીએ આદેશ કર્યો

શહેરમાં સુખાપુરા રોડ પરની દુકાનેથી જીઆઇડીસીમાં લઈ જવાતા સરકારી અનાજનો જથ્થો પકડાયા મામલે તપાસ ચાલુ છે.ત્યાં વીકે વાડી સામેની એક દુકાનદારને ત્યાં 6 મહિના પહેલા કરેલી તપાસના કેસમાં સુનાવણીના અંતે ઘઉં ચોખા અને ખાંડના જથ્થામાં મોટાપાયે ઘટ હોવાનું બહાર આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સંચાલિકા પાયલબેન દવેનો સસ્તા અનાજની દુકાનનો પરવાનો ત્રણ મહિના મોકૂફ કરતો આદેશ કર્યો છે.

મહેસાણા શહેર સહિત જિલ્લામાં ગરીબોને મળવાપાત્ર સરકારી ઘઉં ચોખા ખાંડના અનાજનો જથ્થો બારોબાર વગે કરનાર વીકે વાડી સામે ગીરીરાજ ચેમ્બર્સમાં આવેલ પાયલબેન દવેની સસ્તા અનાજની દુકાન સામે ફરિયાદો મળી હતી .જેને લઇને 27 ફેબ્રુઆરીમાં દુકાનદારને ત્યાં સ્થળ ચકાસણી કરી હતી. જે તાજેતરમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે.તપાસ દરમિયાન તેમની દુકાનમાંથી પાંચ ક્વિંટલ ઘઉં,ત્રણ ક્વિન્ટલ ચોખા અને આઠ કિલો ખાંડની ઘટ જણાઈ હતી. સરકારી અનાજનો જથ્થો વગૅ થયાનું જણાઈ આવતા આ મામલે નોટિસ આપીને સંચાલિકાની સુનાવણી કરવામાં આવી હતી. કુલ રૂ. 36914 દંડ કરી સસ્તા અનાજની દુકાનના સંચાલિકા પાયલબેન દવેની દુકાન નો પરવાનો ત્રણ મહિના માટે મોકૂફ કરતો આદેશ કરાયો છે.

સરકારી અનાજના બારોબારિયામાં 4 ની ધરપકડ
​​​​​​​મહેસાણામા સરકારી અનાજ સગવગે કરવાના કૌભાંડમા ઝડપાયેલા ચાર આરોપીઓને મહેસાણા પોલીસે સંચાલિકા ઇલાબેન ગીરીશભાઇ પરમાર,ગીરીશભાઇ શિવાભાઇ પરમાર,બકાજી ગંભીરજી ઠાકોર અને જગદીશ સીતારામ શાહની ધરપકડ કરી મંગળવારે મહેસાણા ચીફ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...