મુશ્કેલી:મહેસાણા RTOમાં 3 દી'થી નેટ બંધ હોઇ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન કામ ઠપ

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાયસન્સ કામે એપોઇન્ટમેન્ટ મેળવી આવતા અરજદારોને ધક્કા પડે છે

મહેસાણા આરટીઓ કચેરીમાં ઈન્ટરનેટ સેવા ઠપ થતાં કામગીરી માટે આવતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. એપોઈમેન્ટ લઈને આવતાં અરજદારોને ઈન્ટરનેટ બંધ હોવાથી કામગીરીની ના કહેવામાં આવતાં ધક્કો પડી રહ્યો છે.

આરટીઓમાં સતત 3 દિવસથી ઈન્ટરનેટ સેવા બંધ હાલતમાં હોવાથી અરજદારોની કામગીરી ધીમી ગતિએ ચાલતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરટીઓની એપોઈમેન્ટ મેળવી આવતા અરજદારોને ઈન્ટરનેટ બંધ હોવાથી ધક્કો ખાવો પડી રહ્યો છે. લાયસન્સ સંબંધિત, વાહન રજિસ્ટ્રેશન, પોલીસે ડીટેઈન કરેલા વાહનોના મેમા ભરવા સહિતની કામગીરી માટે દૈનિક 200 કરતાં વધુ અરજદારો આવતા હોય છે. લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન માટે એપોઈમેન્ટ મેળવી આવતા અરજદારોને ઈન્ટરનેટના અભાવે 3 દિવસથી ધક્કો ખાવો પડી રહ્યો છે. સોમવારથી બંધ થયેલી જીસ્વાન અને બ્રોડબેન્ડ કનેક્ટીવીટી બુધવાર સુધી ચાલુ થઈ શકી નહોતી.

બીએસએનએલમાં રજૂઆત છતાં ઉકેલ આવ્યો નથી
આ બાબતે આરટીઓ જે.કે. પટેલે કહ્યું કે, જીસ્વાન અને બ્રોડબેન્ડ 3 દિવસથી બંધ છે. જ્યારે પ્રાઈવેટ લાઈનથી કેશ સ્વીકારવાની અને પોલીસે ડીટેઈન કરેલાં વાહનોનો મેમો ભરવાની કામગીરી ચાલી રહી છે. અન્ડરપાસની કામગીરીના કારણે વારંવાર જીસ્વાન કનેક્શન બંધ થઈ જતાં લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશનની કામગીરી થઈ શકતી નથી. બીએસએનએલના અધિકારીઓને રજૂઆત કરી,પરંતુ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...