ઓનલાઇન શિક્ષણમાં સમસ્યા:ધો.1થી 9 ઓનલાઇન શિક્ષણમાં 50 ટકાથી ઓછા છાત્રો જોડાયા

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા જિલ્લામાં હાલ શેરી શિક્ષણ નહીં, માત્ર ઓનલાઇન ક્લાસ
  • બબ્બે બાળકોમાં મોબાઇલ વગર ઓનલાઇન શિક્ષણમાં સમસ્યા

કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં ધોરણ 1થી 9માં ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરાયું છે. મહેસાણા જિલ્લામાં 1020 પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 અને 300 માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ મોબાઇલ ઉપર શિક્ષણકાર્યમાં લાગ્યા છે. માઇક્રોસોફ્ટ ટીમરાહે ક્લાસના વિકલ્પે જીશાલા એપ, ડીડી ગીરનાર વગેરે વિકલ્પ હોઇ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં જોડાઇ શકે છે. શિક્ષકો વોટ્સએપ ગૃપમાં પણ વીડિયો મૂકતા હોવાનું પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું હતું.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા. ગૌરાંગ વ્યાસે કહ્યું કે, માઇક્રોસોફ્ટ ટીમમાં દરેક શિક્ષક, વિદ્યાર્થીના આઇડી આપેલા છે. ધો.3થી 8માં વિષય શિક્ષક માઇક્રોસોફ્ટ ટીમ મારફતે ઓનલાઇન ક્લાસ લઇ રહ્યા છે. જીશાળા એપના માધ્યમથી પણ ભણી રહ્યા છે. શિક્ષક રાકેશભાઇ પટેલે કહ્યું કે, સોમવારે ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા તેમાં 50 ટકાથી ઓછા બાળકો જોડાયા હતા. બપોરની શાળા સમયે ઓનલાઇન ક્લાસ ચાલુ હોય તે સમયે બાળક પાસે મોબાઇલ ન હોઇ તે ન જોડાય. વાલી મહેશભાઇ જાનીએ કહ્યું કે, દીકરી ધો.6 અને દીકરો ધો. 9માં ભણે છે.

અન્ય સમાચારો પણ છે...