તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નગરપાલિકાની ચૂંટણી પહેલાં મોઢેરા રોડ પર સમસ્યાઓની પત્રિકા ચર્ચામાં

મહેસાણા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોસાયટીમાં ઘરે-ઘરે પત્રિકા નાખવામાં આવતાં રાજકીય હલચલ
 • નગરસેવકોએ કહ્યું, બધા કામ થયા છે, નથી થયા તે અમારામાં નથી આવતા

મહેસાણા નગરપાલિકાની ચૂંટણી પહેલાં મોઢેરા રોડ પર પાર્કિગ, રસ્તો, સિટી બસ તેમજ શાકભાજીની લારીઓને કારણે થતાં દબાણો સહિત 21 સમસ્યાઓ વર્ણવતી પત્રિકા વિસ્તારમાં ઘરે-ઘરે વિતરણ કરાયા બાદ સોશિયલ મીડિયામાં ફરતી થતાં આ પત્રિકા કોણે અને કેમ છપાવી તેને લઇ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

પત્રિકામાં સોમેશ્વર મોલથી એફસીઆઇ સુધી ટ્રકોનું પાર્કિંગ બંધ કરાવવા, આ રોડ પર જાહેર શૌચાલય બનાવવા, સિટીબસ શરૂ કરવા, મોઢેરા ચોકડીથી નિરમા ફેક્ટરી સુધી શાકભાજીની લારીઓનું દબાણ બંધ કરવા, નવી સ્ટ્રીટલાઇટ નાખવા, વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા, નર્મદાનું પૂરતું પાણી આપવા, પુસ્તકાલય, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, જાહેર બગીચો બનાવવા, પાલિકાની કચેરી શરૂ કરવા સહિતનો પત્રિકામાં ઉલ્લેખ છે.

સોસાયટીઓની સમસ્યા અંગે પૂર્વ નગરસેવકોએ કહ્યું,

વરસાદી પાણીના નિકાલ માટે કરગરીને થાક્યા
એફસીઆઇ સેન્ટ્રલ લેવલથી હોઇ અહીં અનેક મથામણ છતાં વાહન પાર્કિંગની સમસ્યા દૂર થઇ શકી નથી. જંત્રી સમયે જમીન એકવાયર કર્યા બાદ ખેડૂતોને નાણાં ન મળતાં અવસરપાર્ટી પ્લોટ સહિતના માર્ગે રસ્તો પહોળો થવો અશક્ય છે અને વરસાદી પાણીના નિકાલ માટે માર્ગ મકાન વિભાગને રજૂઆતો કરીને થાકી ગયા, પણ પરિણામ ના મળ્યું. - વિરમ પટેલ, પૂર્વ નગરસેવક, કોંગ્રેસ

મારામાં આવતી સોસાયટીમાં રોડ બનાવ્યો છે
ચૂંટણીમાં મારે નારણપાર્ક સોસાયટી જ મતદાનમાં આવે છે અને અમે અહીં રોડ બનાવી દીધો છે. બાકીની સમસ્યા મારામાં આવતી નથી. - નવિન પટેલ, પૂર્વ નગરસેવક કોંગ્રેસ

​​​​​​​વિસ્તારમાં વિકાસના કોઇ કામ હવે બાકી નથી
મોઢેરાનો મુખ્ય રોડ માર્ગ મકાને બનાવ્યો છે, પરંતુ સોસાયટી વિસ્તારના તમામ પાકા રોડ બનાવાયા છે. વરસાદ સમયે અડધો કલાકમાં પાણી ઉતરી જાય છે. શાકભાજીની લારીના દબાણો દરેક જગ્યાએ રહેવાના. અમારા વિસ્તારમાં કોઇ દબાણ જ નથી. - મહેશ પટેલ, પૂર્વ કોર્પોરેટર, કોંગ્રેસ

​​​​​​​અમારા લેવલનાં તમામ કામો થયાં છે
અમારા લેવલનાં તમામ કામો થયાં છે. પ્રમુખ તરીકે એફસીઆઇને ટ્રકો માટે અને માર્ગ મકાન વિભાગને રોડ અને દબાણ બાબતે અનેકવાર લેખિત આપ્યું હતું. કલેક્ટરનું પણ ધ્યાન દોર્યુ, પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ લાવતા નથી. - રઇબેન પટેલ, પૂર્વ પ્રમુખ નગરપાલિકા કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો