રજૂઆત:મહેસાણામાં અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં એજન્સી દ્વારા સ્વિમિંગ સભ્ય ફી ડબલ વસુલાતી હોવાની વિપક્ષના નેતાએ પાલિકામાં રજૂઆત કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભ્ય ફી 500 નક્કી કરવામાં આવી હતી, એજન્સી 1000 લેતી હોવાનો આક્ષેપ

મહેસાણા શહેરમાં બિલાડી બાગ સામે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા અટલ સપોર્ટ સેન્ટરમાં સ્વિમિંગ પુલ, જીમનેશિયમ,અને ઇન્દોર ગેમ નાગરિકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં સભ્ય ફીના દર પાલિકાએ નક્કી કરવામાં આવેલા છે. જેમાં સ્વિમિંગ માટે મહિનાના 500 રૂપિયા મહત્તમ નક્કી કરવામાં આવી છે. એમ છતાં એજન્સી દ્વારા 500 રૂપિયાના બદલે 1000 લેતા હોવાની રજૂઆત વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ મહેસાણા પાલિકામાં કરી છે.

મહેસાણા પાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ પાલિકામાં પત્ર લખી રજૂઆત કરતા જણાવ્યું છે કે, અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં સ્વિમિંગ માટે પાલિકા દ્વારા 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હોવા છતાં એજન્સી દ્વારા પાલિકાના નિયમો વિરુદ્ધ જઇ માસિક 500 રૂપિયા બદલે રૂ 1000 એટલે કે ડબલ ફી વસુલ કરે છે. જેમાં સર્વિસ ટેક્ષનાનામે બીજા 18% લેખે 180 રૂપિયા એજન્સી વસુલાત કરી રહી છે. પાલિકા દ્વારા એજન્સી સાથે માસિક 500 રૂ સભ્ય ફી નક્કી કર્યા હોવા છતાં સ્વિમિંગ માટે આવતા નગરીકો પાસેથી 1180 રૂપિયા એટલે કે 680 રૂપિયા એજન્સી ગેરકાયદેસર રીતે વધારાના વસૂલી કરતી હોવાની રજૂઆત કરી છે.

કમલેશ સુતરિયાએ રજૂઆતમાં વધું જણાવ્યું છે કે, એજન્સીએ પાલિકા અને એજન્સી વચ્ચે કરવામાં આવેલ શરતોનો ભંગ કર્યો અને ગેરકાયદેસરરીતે મનમાની કરી મનસ્વી રીતે નાગરિકો પાસેથી નાણાં લઇ રહી છે. જેથી એજન્સી સામે કાયદેસર કાર્યવાહી કરવા અને અત્યાર સુધી એજન્સી દ્વારા જેટલા નાગરિકો પાસેથી નાણા ગેરકાયદેસર ફી વસુલ કરી છે તે તાત્કાલિક વધારાની ફી પરત આપવા વિપક્ષ નેતાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...