જિલ્લા પોલીસ એક્શન મોડમાં:મહેસાણા જિલ્લામાં ચોરીના ગુના વધતાં LCB, SOGની ટીમે નાઈટ પેટ્રોલિંગમાં વધારો કર્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકા અને ગામડાઓમાં શિયાળાની શરુઆત થતા જ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે બીજી બાજુ કડી શહેરમાં સતત મકાનોના તાળા તોડી ચડ્ડી બનીયન ધારી ગેંગ સક્રિય થઈ ગઈ છે, ત્યારે આ સમગ્ર મામલે હવે મહેસાણા LCB, SOGની ટીમએ પેટ્રોલીંગ વધારી કામગીરી હાથ ધરી છે.

તસ્કરો બેફામ ચોરી કરી રહ્યાં છે
મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં તસ્કરો સક્રિય થઈ જઈ ચોરીને અંજામ આપી રહ્યાં છે. જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. તસ્કરો બેફામ ચોરી કરી લાખોના મુદ્દામાલ ઉઠાગી રફુચક્કર થઈ રહ્યાં છે, તેમજ લોકો પણ પથ્થર મારો કરતા હોવાની ઘટના સામે આવી છે.

સ્થાનિક પોલીસને પણ પેટ્રોંલીંગ વધારવા સૂચના
આ સમગ્ર મામલે હવે રાત્રિના સમયે વધુ ચોરીના બનાવો સામે આવી રહ્યાં છે, ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ચોરીની ઘટનાઓ જ્યાં વધુ બની રહી છે. એવા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગુનાં અટકાવવા એક્શન પ્લાન ઘડી દીધો છે. જેના ભાગરુપે મહેસાણા, એલસીબી એસઓજી ટીમ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમાં વધારો કરતા જિલ્લામાં છેવાડે આવેલા વિસ્તારો પણ ખુદવામાં આવી રહ્યા છે, તેમજ સ્થાનિક પોલીસને પણ પેટ્રોલીંગ વધારવા સૂચના આપી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...