તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિજાપુર કુકરવાડા ગામે આવેલા કોમ્પ્લેક્સમાં એલસીબીએ રેડ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનમાં વિદેશી દારૂની 293 બોટલો મુકી ડીલ કરતા બે ઈસમો પકડાયા

વિજાપુર તાલુકા વસઇ પોલીસ મથકના હદ વિસ્તારના કુકરવાડા ગામના એક કોમ્પ્લેક્સમાં વિદેશી દારૂનો વેપાર ચાલી રહ્યો હતો. એલસીબી પોલીસને પેટ્રોલીંગ ના સમયે બાતમી મળતા હકીકતો મેળવી તપાસ કરતા કોમ્પ્લેક્સની પડી રહેલી દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો મુકી ડીલ કરતા બે ઈસમોને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થળ ઉપરથી વિદેશી દારૂની નાની મોટી 293 નંગ બોટલો ઝડપાઇ જીલ્લા એલસીબી પોલીસના પીએસઆઇ રાતડા પોલીસ ટીમ સાથે વસઇ પોલીસ હદ વિસ્તારમાંથી પસાર થતા હતા. તે સમયે ખાનગીમાં બાતમી મળી હતી કે કુકરવાડા ગામે આવેલા સ્વામી વિવેકાનંદ સ્પાન કોમ્પ્લેક્ષની કોઈપણ પ્રકારના ઉપયોગ વગરની દુકાન નંબર 77 માં ધ્રુવીલ અજીત સિંહ નામનો ઈસમ દુકાન માં વિદેશી દારૂનો જથ્થો મુકી પોતાના મળતીયા મારફત દારૂની ડિલેવરી કરી વેપાર કરે છે. જે મળેલ બાતમીની હકીકત મેળવવા તપાસ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂની નાની મોટી 293 નંગ બોટલો કિંમત રૂપિયા 36,728 મોબાઈલ નંગ 2 રૂપિયા કિંમત 10,000 તેમજ ડિલેવરી માટેના વાહન મોટર સાયકલ કિંમત રૂપિયા 25,000 કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં બે ઈસમો ચૌહાણ ધ્રુવીલ સિંહ અજીતસિંહ રહે, ગેરીતા તા. વિજાપુર તેમજ બારડ ગોવિંદજી દશરથજી રહે, ઉબખલ તા. વિજાપુરનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...