તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:3 કેસની તપાસમાં ક્ષતિઓ જણાતાં LCB PSI વાય.કે ઝાલા સસ્પેન્ડ

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રોહિબિશન, છેતરપિંડીના કેસોની તપાસમાં ક્ષતિઓ જણાતાં રેન્જ આઇજીએ સસ્પેન્ડ કરતાં ખળભળાટ

પ્રોહિબિશન, છેતરપિંડીના ત્રણ કેસોની તપાસમાં ક્ષતિઓ જણાતાં ગાંધીનગર રેન્જ આઇજીએ મહેસાણા એલસીબી પીએસઆઇ વાય.કે.ઝાલાને સસ્પેન્ડ કરતાં સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બન્યુ છે. મહેસાણા એલસીબીમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પ્રોહિબિશનના ક્વોલીટી કેસોની સાથોસાથ હથિયાર,બનાવટી નોટ,ડુપ્લીકેટ પોલીસ પકડવા જેવા અનેક ગુનાઓ ઉકેલનાર પીએસઆઇ વાય.કે.ઝાલાને મહેસાણા રેન્જ આઇજી અભય ચુડાસમાએ સસ્પેન્ડ કરતા સમગ્ર મામલો પોલીસ બેડામા ચર્ચાસ્પદ બન્યો છે.

આ અંગે રેન્જ આઇજી અભય ચુડાસમાએ કહ્યુ કે, અધિકારીએ ઇન્વેસ્ટીગેશન પ્રોપર કર્યુ નથી.તેમની પાસે પ્રોહિબિશન સહિત 3 કેસોની તપાસ હતી.જેમાં ગંભીર ક્ષતિઓ સ્કુટીની દરમિયાન જણાઇ આવતા પીએસઆઇ વાય.કે.ઝાલાને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો છે. નોંધનીય છેકે, પોલીસ અધિકારી જે કેસોની તપાસ કરતા હતા તેના કેસ પેપર્સ રેન્જ આઇજીએ મંગાવ્યા હતા અને તેમાં તપાસ કરતા ક્ષતિઓ જણાઇ આવી હતી.આઈજીના પગલાંને લઈ ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો