કાર્યવાહી:મહેસાણામાં LCBએ ઘરફોડ અને વાહન ચોરી કરનારા બે તસ્કરોને ઝડપી પાડ્યા, 2 લાખ 82 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરેલી બાઈકને લોડિંગ રિક્ષામાં નાખી વિજાપુર જતા હતા અને LCBએ ઝડપી લીધા
  • ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં અનેક ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો

મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે અન્ય જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરી કરનારા બે તસ્કરોને બાતમીના આધારે ઝડપી લીધા છે. ઝડપાયેલા તસ્કરો અગાઉ ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીને અંજામ આપી ચુક્યા છે.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વિજાપુર ખાતે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, વિસનગર થી વિજાપુર રોડ પર એક લોડિંગ રીક્ષામાં બે ઈસમો ચોરીનું બાઈક નાખી વિજાપુર તરફ આવી રહ્યા છે. જેવી બાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચગોઠવી શંકર બજાણીયા અને રાહુલ બજાણીયાને ઝડપી લીધા હતા.

તપાસ દરમિયાન ટીમે સોનાના બે પાટલા, સોનાની બે વિટી, સોનાનું ડોકિયું, ચાંદીની મોટી સેરો 4 જોડ, ચાંદીના પંજા સહિત કુલ 2 લાખ 82 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ઝડપાયેલા ચોરોએ અગાઉ તલોદ, માણસા, આસજોલ, પેથાપુર, ગાંભોઈ ખાતે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

ઝડપાયેલા શંકર બજાણીયા સામે અગાઉ 5 ગુના દાખલ

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલાં બે ચોરો પૈકી એક ચોર શંકર બજાણીયા સામે અગાઉ પાંચ ગુના દાખલ છે. જેમાં 2011 માં તલોદમાં મારમારીનો ગુનો, 2012 માં ગાંધીનગર સેકટર 7 માં ઘરફોડ ચોરી, 2014 માં હિંમતનગર માં હત્યાનો ગુનો, 2016 માં ગાંધીનગર ની કાજલ મારવાડીની હત્યા મામલે વિજાપુર માં ગુનો દાખલ તેમજ અમદાવાદ મધ્યસ જેલ માં મર્ડરના ગુનાની આજીવન સજા કાપતો હોવાથી અને પેરોલ પર ફરાર થયા અંગેના ગુના દાખલ છે.

ભંગાર વીણવા સમયે ચોરી કરવા રેકી કરતા

ઝડપાયેલા બે ચોરો અને તેમના અન્ય સાગરીતો જ્યાં ભગાર વિનતા ત્યાં પોતાની પાસે એક લોડિંગ રીક્ષા રાખતા હતા. જ્યાં ભંગાર વિનતા સમયે ચોરી કરવા માટે રેકી કરતા હતા અને જ્યાં ચોરી કરવાની હોય ત્યાંથી 30 કિલોમીટર દૂર ખુલી જગ્યામાં છાપરા બનાવી રાત્રે સોસાયટીમાં આવેલા બંધ મકાન તેમજ જવેલસની દુકાનોના તાળા તોડતા હતા.

પોલીસે બે ચોરોને ઝડપ્યા છે, ત્યારે હજુ ચાર ચોરો પકડવાના બાકી છે. જેમાં ભીલ કાળુભાઇ,બજાણીયા અનિલ ,મારવાડી સુરેશ અને બજાણીયા જેઠાભાઇ ને ઝડપવા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...