જુગારધામ પર રેડ:કડીના ઈરાણા ગામમાંથી LCBએ 7 જુગારીઓને ઝડપી પાડ્યા, 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલા જુગારી અને ફરાર થયેલા 3 જુગારી સામે નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
  • 3 ગાડીઓ, 8 મોબાઈલ, રોકડ રકમ 2 લાખ 6 હજાર મળી કુલ 20 લાખ 47 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસની હદમાં આવેલા ઇરાણા ગામની સીમમાં ચાલી રહેલા જુગાર ધામ પર મહેસાણા એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. LCBએ સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ સ્થળપરથી 3 ગાડીઓ અને અન્ય સાધન સામગ્રી કબ્જે કરી 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નંદાસણ પોલીસ મથકની હદમાં આવેલા ઇરાણા ગામની સીમમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગરધામ ચલાવતા હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમને મળતા ટીમે ઇરાણા ગામની સીમમાં રેડ મારી હતી. આ રેડ દરમિયાન જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. એલસીબીની ટીમે 7 જુગારીઓને દબોચી લીધા હતા. તેમજ તપાસ દરમિયાન ટીમે 3 ગાડીઓ, 8 મોબાઈલ, દાવ પરના રોકડ રકમ 2 લાખ 6 હજાર મળી કુલ 20 લાખ 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત ઝડપાયેલા જુગારી અને ફરાર થયેલા 3 જુગારી સામે નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસ આદરી છે.

ઝડપાયેલા જુગારી

સોલંકી વિક્રમસિંહ દિલીપ સિંહ, અમદાવાદ ઇમરાન ખાન અકબર ખાન પઠાણ, મહેસાણા જીતેન્દ્રકુમાર ઉર્ફ જીતીયો જોષી, બહુચરાજી ભાવેશ કુમાર ચંદુભાઈ રાવળ, કુંડાળકૃણાલ ગીરીશભાઈ પરમાર, કડીજયંતીભાઈ મણીલાલ પ્રજાપતિ, કડી ઇકબાલ ઓફદરિયા ખાન સિપાહી

ફરાર જુગારીઓ

ભરત ઉર્ફ જુસો પ્રજાપતિ , કડી બસીબખાણ ઉર્ફ લાલો, કડી દિનશસિંહ અભેસિંહ જાડેજા, ઇરાણા

અન્ય સમાચારો પણ છે...