વરલી મટકાનો જુગાર:ઊંઝાના કહોડા ગામમાંથી જુગાર રમતા 6 લોકોને LCBએ ઝડપી પાડ્યાં, 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા કહોડા ગામેથી આજે મહેસાણાની એલસીબી ટીમે બાતમીના આધારે વરલી મટકાનો જુગાર ઝડપી લીધો છે. પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસે રેડ કરી
મહેસાણાની એલસીબી ટીમને બાતમી મળી હતી કે, કહોડા ગામમાં ખુલ્લી જગ્યામાં નાગોરી ફિરોજ ખાન નામનો વ્યક્તિ વરલી મટકાનો જુગાર રમાંડી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન એલસીબી ટીમે નાગોરી ફિરોજ સાથે અન્ય 6 જુગારીને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી કુલ 7750 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જુગારીઓ નામ

  • ફિરોજભાઈ અબ્બાસભાઈ નાગોરી રહે. સિધ્ધપુર નવાવાસ પાટીયા ચાલી
  • ઇબ્રાહિમ ખાન સલીમ ખાન મોગલ રહે. સિધ્ધપુર નવાવાસ અશોક સિનેમા પાસે
  • ઠાકોર રમેશજી ઉર્ફે માધાજી રહે. મુમવાળા
  • ઠાકોર સુરેશજી મણાજી રહે.ડેથળી ચોકડી ખોડીયાર પરા
  • ઠાકોર દીનેશજી રૂગનાથજી રહે.કહોડા
  • ઠાકોર પરબતજી રણછોડજી ,રહે. છાપી
અન્ય સમાચારો પણ છે...