તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચોરી કરેલો સમાન વડનગરમાં વેચવા જતા 2 ચોરોને LCBએ ઝડપી પાડ્યા, તપાસમાં ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ચોરો ઝડપાયા જ્યારે અન્ય બે ચોરોને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં

વડનગરમાં ચોરી કરેલા દાગીના બેચવા જતા બે ઈસમોને બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા. પોલીસે તેમની કડક પૂછપરછ કરતાં આરોપીઓએ ચાર ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વડનગરના સબલપુરનો ઠાકોર રમણ જે ચોરી કરેલા દાગીના વેચવા માટે કહીપુર થઈને વડનગર જવાનો હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી. જ્યાં નારસગા વીરના મંદિર પાસે આ આરોપી આવતા તેને રોકી પોલીસે તપાસ કરી હતી. જ્યાં તપાસ દરમિયાન પોલીસને તેની પાસેથી એક બાઈક, ચાંદીની એક જોડ શેર, એક મોબાઇલ, તેમજ રોકડ રકમ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ સાથે ચોરને ઝડપી લીધો હતો તેમજ ચોરે પોતાના સાગરીતો સાથે અન્ય ચોરીને પણ અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલ્યું હતું

અગાઉ કરેલી ચોરીઓ 2 ફેબ્રુઆરીના રોજ વડનગરના સબલપુરમાંથી પટેલ માધવ લીલચંદના મકાનમાં રોકડ રકમ તેમજ સોના ચાંદીના દગીમાં મળી કુલ 48 હજાર 200ની મત્તાની ચોરી ત્રણ ચોરોએ કરી હતી તેમજ 13 એપ્રિલના રોજ ચાર જેટલા ઈસમો ભેગા મળી વડનગરના કલ્યાણપુરામાંથી ઘરમાંથી કુલ રૂ 1 લાખ 21 હજાર રકમ સોના ચાંદીના દાગીના ની ચોંરી કરી હતી.

20 મેંના રોજ ત્રણ જેટલા ઈસમો ભેગા મળી વડનગરના સબલપુરમાં રહેતા કલ્પેશભાઈ ભોગીલાલ પટેલના ઘરેથી રોકડ રકમ થતા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ 20 હજારની ચોરી કરી હતી.

વડનગરમાં પણ આ ચોર ટોળકીએ ત્રણ ભાગીદારો સાથે મળી ભાવસાર વિવેક કુમારના મકાનમાંથી રોકડ રકમ સોના ચાંદીના દાગીના મળી કુલ 1 લાખ 9 હજાર 350ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન વડનગરના સબલપુરનો ઠાકોર કનુજી ઓધારજી નામના ઈસમના ઘરે તપાસ કરતા તેના ઘરેથી બે ચાંદીની કબીઓ જેની કિંમત રૂ 16 હજાર આ કબીઓ કલ્યાણપુર ના ઠાકોર પ્રધાનજીના ઘરેથી ચોરી કરી હતી.

સમગ્ર ચોરી કરવાની ઘટનામાં 4 જેટલા ઈસમો ભેગા મળી અલગ અલગ ગામોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં પોલીસના હાથમાં બે ચોર આવ્યા હતા તેમજ અન્ય બે ચોર સામે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તપાસ દરમિયાન કુલ 82 હજાર 200 નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...