રજૂઆત:મહેસાણા વોર્ડ-10માં ભૂગર્ભ ગટરની સળંગ 12 ઇંચની પાઇપલાઇન નાખો

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંબેડકર ચોક કસ્બાના જાગૃત નાગરિકની પાલિકામાં રજૂઆત
  • પરા ટાવરથી ચોકની લીમડી સુધી 12 ઇંચ અને લાખવડી ભાગોળથી આંબેડકર ચોક સુધી 8 ઇંચની પાઇપ નખાઇ

મહેસાણા શહેરના વોર્ડ નંબર 10માં પરા ટાવરથી આંબેડકર ચોક સુધી ભૂગર્ભ ગટરની નવી પાઈપ લાઈન નંખાઈ રહી છે, જેમાં અડધા અંતરમાં 12 ઇંચ અને અડધામાં 8 ઇંચની પાઈપ નખાતી હોઈ ગટર ઉભરાવાની સમસ્યા વકરી શકે છે તેવી ભીતિ સાથે સળંગ 12 ઇંચની પાઈપ લાઈન નાખવા વિસ્તારના રહીશે પાલિકામાં રજૂઆત કરી છે.

આંબેડકર ચોક કસ્બામાં રહેતા કલ્પેશકુમાર શાહે નગરપાલિકામાં રજૂઆત કરતાં કહ્યું કે, પરા વિસ્તારથી લઇ આંબેડકર ચોક વિસ્તારમાં વારંવાર ઉભરાતી ગટરોની સમસ્યા નિવારવા નવી પાઈપલાઈન નખાઇ રહી છે, તે ખૂબ જ આવકાર્ય કામ છે. પરંતુ આ કામમાં સુધારો જરૂરી છે.

પરા ટાવરથી ચોકની લીમડી સુધી ગટર લાઈન 12 ઈંચની છે, જ્યારે લાખવડી ભાગોળમાં મહાકાલી મંદિરથી લઇ આંબેડકર ચોક સુધી આવતાં આ પાઈપલાઈન 8 ઇંચની છે. આખી લાઇન 12 ઇંચની રાખવી જોઇએ. જ્યારે મહાકાલી મંદિરથી આંબેડકર ચોક સુધી વધુ વળાંક હોઇ ગટર ઊભરાવાની સમસ્યા યથાવત રહી શકે છે. શક્ય એટલા વળાંક ઓછા કરી પાઇપ લાઇન સીધી નાંખવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...