• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Launch Of Pneumococcal Conjugate Vaccination Program In Mehsana To Provide Health Protection To Children Against Pneumonia And Meningitis

રસીકરણ કાર્યક્રમ:મહેસાણામાં બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલે મગપરા પ્રાથમિક શાળાખાતેથી પ્રારંભ કરાવ્યો
  • ખાનગી ક્ષેત્રે અંદાજે ત્રણ હજારથી 4500 રૂપિયાની કિંમતે મળતી વેક્સિન જિલ્લાના નિયત કરાયેલા રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ

મહેસાણા જિલ્લાના બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનનો જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલે મગપરા પ્રાથમિક શાળાખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો

જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, ન્યુમોનિયા જેવો ઘાતક રોગ બાળકને થતો હોય છે, ત્યારે આ ઘાતક રોગથી સુરક્ષિત કરવા સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે જિલ્લાની સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેક્સિન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે આપવાનું આયોજન કરાયું છે.

ખાનગી ક્ષેત્રે અંદાજે ત્રણ હજારથી 4500 રૂપિયાની કિંમતે મળતી વેક્સિન જિલ્લાના નિયત કરાયેલા રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં બાળકને જન્મના 6 અઠવાડીયા દરમિયાન પહેલો ડોઝ અને 14 અઠવાડીયે બીજો ડોઝ તેમજ 9 મહિના બાદ ત્રીજો-બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે. જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી આ રોગના મુખ્ય લક્ષણો છે. જો શિશુ આ રોગથી ગંભીર રીતે બિમાર હોય તો, તેને ખાવા-પીવામાં તકલીફ પડે છે, આંચકી આવી શકે અથવા બેભાન થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ન્યુમોકોકલ સંક્રમણના કારણે કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમિયા, અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સાથે સાથે સાઈનુસાઈટિસ જેવા રોગો પણ થઇ શકે છે. જેથી આવા રોગ સામે બાળકને સુરક્ષિત રાખવા માટે વેક્સિન લેવાની ખાસ અપીલ કરી હતી.

PCVનું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતા રોગો અને મૃત્યુને અટકાવે છે. બે વર્ષથી નાનાં બાળકોમાં ગંભીર ન્યુમોકોકલ રોગનું જોખમ રહે છે. જોકે, સૌથી વધારે જોખમ એક વર્ષથી નાનાં બાળકોમાં રહે છે. PCVરસીકરણ ન કેવળ શિશુની રક્ષા કરશે પરંતુ બાળકમાં ન્યુમોકોકલ રોગના જોખમને પણ ઘટાડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશાનિર્દેશમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનના યુનિવર્સલ પ્રોગ્રામથી રાજ્યમાં નવજાત બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી સંપૂર્ણ રક્ષણ આપવાની નેમ પાર પડશે અને ગુજરાત ચાઇલ્ડ હેલ્થકેરમાં પણ અગ્રેસર રહેશે. રસીકરણના આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી જશુ પટેલ, જિલ્લાના આરોગ્યના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...