ગરમીનો કહેર:ઉત્તર ગુજરાતમાં ગરમીનો છેલ્લો રાઉન્ડ શરૂ, 48 કલાક બાદ ઘટશે: મહેસાણામાં 41.2 ડિગ્રી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 શહેરમાં અઢી ડિગ્રી તાપમાન ઉંચકાયું, પારો 40ને પાર

ઉત્તર ગુજરાતમાં બુધવારથી વધુ એક ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. 3 દિવસના આ રાઉન્ડમાં મુખ્ય 5 શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રીથી સુધી પહોંચી શકે છે. જો કે, ગરમીનો આ રાઉન્ડ સિઝનનો છેલ્લો રાઉન્ડ બની રહેશે. કેમકે, ત્યાર બાદ પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થતાં તાપમાન ઘટાડો શરૂ થશે.બુધવારથી ઉત્તર ગુજરાતમાં 72 કલાકનો આકરી ગરમીનો સિઝનનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. ગરમીના રાઉન્ડના પ્રથમ દિવસ ડીસા સિવાયના 4 શહેરનું તાપમાન અઢી ડિગ્રી સુધી ઉંચકાયું હતું. તાપમાન ફરી એકવાર 40 ડિગ્રીની પાર જતાં બપોરના સમયે દેહદઝાડતી ગરમી સાથે માથુ ફાડતો ઉકળાટનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

જોકે, સાંજ પડતાં ભેજવાળા પવનના કારણે થોડીક રાહત થઇ હતી. આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. જેને લઇ મુખ્ય 5 શહેરોનું તાપમાન 42 થી 43 ડિગ્રીની વચ્ચે પહોંચી શકે છે. જોકે, 48 કલાક બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જેને લઇ આગામી 21 મેથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બનશે, જેના કારણે ગરમી 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

5 શહેરોમાં ગરમીનો પારો

મહેસાણા41.2 (+1.8) ડિગ્રી
પાટણ41.0 (+1.6) ડિગ્રી
ડીસા39.6 (0.0) ડિગ્રી
હિંમતનગર41.9 (+1.9) ડિગ્રી
મોડાસા40.5 (+2.6) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...