જમીન માપણી પૂરી:તારંગા-અંબાજી રેલલાઈન માટે 14 પૈકી 3 ગામોની જમીન માપણી પૂરી

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડનગરમાં પ્રેરણા પ્રોજેક્ટ સહિત વિકાસકામોની જમીન માપણીનું કામ પૂરું

તારંગાથી અંબાજી વચ્ચે નખાનારી રેલ્વે લાઈનમાં જમીન સંપાદન માટે 14 પૈકી 3 ગામની માપણી તંત્રએ પૂરી કરી છે. આ રેલલાઈનમાં ખેરાલુના 1 અને સતલાસણાના 13 મળી 14 ગામની 94 હેક્ટર ખાનગી અને 3 હેક્ટર સરકારી જમીન સંપાદન કરવાની થાય છે.

આ સિવાય વડનગરના વિકાસના કામોમાં અને પાટણથી ગોઝારિયા નેશનલ હાઇવે માટે સંપાદિત 14 ગામોની જમીન માપણી પણ પૂરી કરી છે. જિલ્લામાં ચાલી રહેલા વિવિધ હાઈવે અને નવીન રેલલાઇન સહિતના પ્રોજેક્ટોમાં શરૂ કરાયેલી કામગીરીની જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલે મંગળવારે અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી.

જેમાં તારંગાથી અંબાજીની નવીન રેલ લાઈનમાં જમીન સંપાદન કરવાની 14 ગામો પૈકી ડભોડા, આનંદ ભાખરી અને શાહપુર ગામની તેમજ વડનગરમાં ચાલી રહેલા વિકાસ કામો પૈકી દોઢ હેક્ટરની જમીન માપણી અને પ્રેરણા પ્રોજેક્ટની 702 ચોરસ મીટર જગ્યાની માપણી પ્રક્રિયા પણ તંત્ર દ્વારા પૂર્ણ કરાઇ છે. જ્યારે પાટણ-ગોઝારિયા નેશનલ હાઈવેમાં 19 ગામોની સંપાદન કરવાની થતી જમીન પૈકી 14 ગામોમાં પણ માપણીની પ્રક્રિયા પૂરી કરી હોવાની વિગત રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...