આગામી સમયમાં મહેસાણા થી શામળાજી સુધી બનનાર નવીન નેશનલ હાઇવે જિલ્લાના મહેસાણા, વિસનગર, વડનગર અને ખેરાલુ તાલુકાના 29 ગામોમાંથી પસાર થવાનો છે. આ ગામોની જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડવા વહીવટી તંત્રએ પ્રક્રિયા હાથ ધરી છે.
મહેસાણાની પ્રજા વાયા હિંમતનગરને બદલે વિસનગર, વડનગર, ખેરાલુ, ઈડર, ભિલોડા થઈ સીધા જ શામળિયા ભગવાનના દર્શન માટે શામળાજી જઈ શકે તે માટે સરકાર દ્વારા મહેસાણા થી શામળાજી નવીન નેશનલ હાઇવે બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના 4 તાલુકામાંથી પસાર થનારા હાઇવે માટે જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે.
આ ગામોની જમીન સંપાદન કરાશે
મહેસાણા : રામપુરા, કુકસ, લાખવડ, ઉચરપી, દેલા અને ગઢા. વિસનગર : કંસારાકુઈ, રાવળાપુરા, સવાલા, કાંસા, થલોટા, ઇયાસરા, વિસનગર અને ઉમતા. વડનગર : મલેકપુર, વડનગર સિટી, સુલીપુર, કેસીમ્પા, શેખપુર, સિપોર, કરસનપુરા, ખાનપુર, ઉણાદ, ઊંઢાઈ અને વલાસણા. ખેરાલુ : રસુલપુર, લીંબડી, સાદીકપુરા અને સમોજા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.