પલ્લી:મહેસાણાના લાખવડ ગામે 200 વર્ષથી પરંપરાગત તોતળ માતાજીની પલ્લીનો મહોત્સવ ઉજવાય છે

મહેસાણા2 દિવસ પહેલા
  • ગામના પાટીદાર સમુદાય દ્વારા પુત્ર જન્મ નિમિતે આસો સુદ આઠમના રોજ માતાજીની પલ્લી મહોત્સવ ઉજવાય

મહેસાણા નજીકના લાખવડ ગામે 200 વર્ષથી પરંપરાગત તોતળ માતાજીની પલ્લીનો મહોત્સવ ઉજવાય છે.. ગામમાં કોઈપણ સમાજના પરિવારમાં જો પુત્ર ના હોય તો તોતળ માતાજીની બાધા રાખે તો જરૂર માતાજી તેની મનોકામના પૂર્ણ કરે છે.

તોતળ માતાજીની પ્રસાદમાં ઘઉની સુખડી, અડદનીદાળના વડા, ઘઉની રોટલી, જુવારનો ખીચડો, અને દૂધનો પ્રસાદ કરાય છે. જેમાં જેના ઘરે પુત્ર જન્મ હોય તેના ઘરેથી બાજોટ ઉપર પલ્લીનો શણગાર સજાવીને બાજોટમાં ખીચડાના નવ ખંડ મુકવામાં આવે છે જેના ઉપર ઘઉના લોટના નવ ખંડમાં ઘીના દીવડા પ્રગટાવામાં આવે છે.

બાજુમાં નવ સુખડીના ટુકડા તથા નવ રોટલી મૂકીને પલ્લીઓને તાતળ માતાજીના જયગોષ સાથે ગામના ચોકમાં આવેલ તોતળ માતાજીના મંદિરે પલ્લીઓ લવાય છે. જેમાં લાખવડ ગ્રામના તમામ જ્ઞાતિના ગ્રામજનો અને બહારથી પધારેલ મહેમાનો આ માતાજીના ઉત્સવમાં હર્ષભેર ભાગલે છે. જે આ સમયે માતાજીના ચોકમાં જય તોતળ જય જય તોતળનો નાદગુજતો હોય છે.પલ્લીમાં જે 9 ખંડ હોય તેમાંથી 8 ખંડ માતાજીના ચોકમાં આવેલા દેવીપુજક સમાજના ભાઈઓને આપવામાં આવે છે. અને 1 ખંડ ઘરે પરત લઈજવામાં આવે છે જે ખંડ જેને પુત્રના હોય તેમને આ ખંડની પ્રસાદ ખવડાવવામાં આવે છે જેથી તેની પુત્ર જન્મની મનોકામનાઓ તોતળ માતાજી પૂર્ણ કરે છે. સાથે સર્વે ગ્રામજનોએ અને આવેલ મહેમાનો માતાજી પ્રસાદ જમે છે.

આ નિમિતે માતાજીના ચોકમાં આઠમની રાત્રે પુત્ર જન્મના માનતાના ગરબા પણ નીકળે છે. જે સવારે વહેલી પરોઢિયે સારા ચોઘડિયામાં તોતળ માતાજી મંદિરે માતાજીની આરતી કર્યા બાદ માતાજીના પટાંગરમાં ગરબા વરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...