તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભ્રષ્ટાચારમાં ખરડાયા બાદ મેન્ડેટ અને ટિકિટ વહેંચણીમાં ઉભા થયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના મહેસાણા નગરપાલિકાના વોર્ડ-8ના ઉમેદવાર જયંતીભાઇ પટેલને મામલતદાર કચેરીમાંથી ઉઠાવીને ફોર્મ પરત ખેંચવા સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે. પટેલ ઉપર 150થી વધુના ટોળાએ હુમલો કરવાની સાથે અન્ય એક ઉમેદવાર મુકેશ રબારીએ પોલીસ રક્ષણ સાથે મામલતદાર કચેરી પહોંચી કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચવાનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. વોર્ડ-8ના કોંગ્રેસના 2 ઉમેદવારો જયંતી પટેલ અને મુકેશ રબારીએ ફોર્મ પાછું ખેંચ્યા બાદ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. જેને લઇ કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે. પટેલે કહ્યું કે, મંગળવારે બપોરે 11 વાગે મામલતદાર કચેરીમાં કોંગી ઉમેદવાર જયંતીભાઇ પટેલ અને અન્ય કાર્યકરો સાથે ચાલતો જઇ રહ્યો હતો, ત્યારે વોર્ડ-8ના ભાજપના ઉમેદવાર કાનજીભાઇ દેસાઇ અને 150થી વધુ લોકોનું ટોળું એકાએક આવી જયંતીભાઇને પાછળથી ખેંચીને લઇ જતાં મેં છોડાવવા પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા ટોળાએ મારા પર હુમલો કરી માર મારતાં સોનાનો દોરો પડી ગયો હતો. આ સમયે પોલીસની હાજરીમાં ટોળું કોંગી ઉમેદવારને પ્રાંત કચેરીમાં લઇ જઇને ફોર્મ પાછું ખેંચાવ્યું હતું. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભાજપને હારની બીક લાગતાં કોંગ્રેસના ઉમેદવારોને બે દિવસથી ફોર્મ પાછું ખેંચવા ધમકી આપી રહ્યા હતા.
મુકેશ રબારીને ભાજપે રાતથી જ ઉઠાવી લીધો હોવાની ચર્ચા
નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી હરિફાઇ છે, ત્યારે કહેવાય છે કે, વોર્ડ-8ના કોંગ્રેસના ઉમેદવાર મુકેશ રબારીને ભાજપે રાતથી જ ઉપાડી લીધો હોવાની ચર્ચા હતી. જ્યારે જ્યંતીભાઇ પટેલને ભાજપ ઉઠાવી જવાની આશંકા વચ્ચે કોંગ્રેસે તેને બહાર ફરવા મોકલી ફોર્મ પરત ખેંચવાના દિવસે સાંજે આવવાનું કહેવા છતાં તે મહેસાણામાં રહેતાં ભાજપના હાથમાં ઝડપાઇ ગયો હોવાનું કહેવાય છે. દરમીયાન, ચૂંટણી ટાંણે કોંગ્રેસમાં ઉભા થયેલા ડખાને ખાળવા અને જૂના કોંગ્રેસીઓને પક્ષ વિમુખ બનતા અટકાવવા કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે.
પહેલો દિવસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેન્ડેટ અને ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારને હટાવાયા હતા.
બીજો દિવસ
વિસનગરની બેઠક પર નાણાંની લેતી-દેતીની ઓડિયો ક્લિપ ફરતી થતાં કોંગ્રેસે સેવાદળના જિલ્લા પ્રમુખ જસવંત પ્રજાપતિને સસ્પેન્ડ કર્યા હતા.
ત્રીજો દિવસ
શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલ સામે પૈસા લઇને ટિકિટ ફાળવી હોવાનો આક્ષેપ પક્ષના જ સિનિયરો નગરસેવકો અને કાર્યકરોએ કરતાં હંગામો મચ્યો હતો.
ચોથો દિવસ
મહેસાણા મામલતદાર કચેરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે. પટેલ પર હુમલો કરી બે કોંગીઓના ફોર્મ પાછા ખેંચાવી લેવાયા.
વોર્ડ-8ના ઉમેદવાર ભગવતીબેન પ્રજાપતિએ કહ્યું, મને ધક્કો મારી ટોળુ જયંતીભાઇને લઇને જતું રહ્યું
જ્યંતીભાઇ પટેલ અને અમે બે ગાડીઓમાં મામલતદાર કચેરીએ ગયા હતા. પાછળથી આવેલ 150થી વધુ લોકોનું ટોળું તેમને ઉઠાવી ગયું અને મેં દરમિયાનગીરી કરી તો મને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખને માર માર્યો હતો. અમને પ્રાંત કચેરીમાં જતા અટકાવ્યા હતા, જ્યારે 150નું ટોળું સીધું ઉપર જતું રહ્યું. આ ક્યાંનો ન્યાય છે.> ભગવતીબેન પ્રજાપતિ, વોર્ડ-8ના ઉમેદવાર નજરે જોનાર
મુકેશ રબારી પોલીસ રક્ષણ સાથે આવ્યા
કોંગ્રેસના ઉમેદવાર મુકેશ રબારી પોલીસ સુરક્ષા સાથે કારમાં મામલતદાર કચેરી પહોંચતાં જ શહેર પ્રમુખ તેની તરફ જતાં મળવાનો ઇન્કાર કરી સીધા પ્રાંતમાં પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારીએ તેમને સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચી રહ્યા છો તેવો સવાલ કરતાં તેમણે કહ્યું કે, મારા આગળના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં મેં પણ પરત ખેંચ્યું છે તેવો જવાબ આપી પોલીસ સુરક્ષા સાથે ગાડી લઇને નીકળી ગયા હતા.
જયંતી પટેલ અને મુકેશ રબારી કોંગ્રેસમાંથી ભાજપમાં
કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કર્યા બાદ ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે પલટી મારી ગયેલા કોંગ્રેસના બે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી સીધા ભાજપ કાર્યાલય ગયા હતા. અહીં જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી રજનીભાઇ પટેલના હાથે ખેસ પહેર્યો હતો.
આ બનાવમાં મારો કોઇ રોલ નથી : ભાજપ ઉમેદવાર
મારે શા માટે હુમલો કરવાનો હોય. કોંગ્રેસનો ઉમેદવાર ફોર્મ ખેંચવા આવ્યો ત્યારે તેમની વચ્ચે ઝપાઝપી થઇ હશે, મારો કોઇ રોલ નથી. > કાનજીભાઇ દેસાઇ, ભાજપના ઉમેદવાર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.