તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરિયાંનો ત્રાસ:લાડોલની મહિલા પાસે સાસરિયાંએ ઓસ્ટ્રેલિયા જવા બીજીવાર 10 લાખ માંગી સળગાવી દેવાની ધમકી આપી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં દહેજ માટે પરિણીતાને પહેરેલાં કપડે કાઢી મૂકવાનાં બે કિસ્સા નોંધાયા

વિજાપુરના લાડોલની મહિલા પાસે સાસરિયાંએ ઓસ્ટ્રેલિયા જવા 10 લાખ લઇ બીજી વખત 10 લાખની માગણી કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે લાડોલના બામણવા ટેબામાં રહેતા પિયરિયાંએ રૂ.50 હજાર આપવા છતાં સાસરિયાંએ વધુ 2 લાખની માંગણી કરી મહિલાને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. લાડોલ પોલીસે બંને બનાવ અંગે બે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો -1
લાડોલના બામણવા ટેબામાં રહેતાં જયશ્રીબેનના લગ્ન ઇડરના નાની વાડોલ ગામના રાજેન્દ્રસિંહ કિશોરસિંહ કચવાસા સાથે 10 વર્ષ પૂર્વે થયા હતા. 7 તોલા સોનાના દાગીના અને ઘરવખરી આપવા છતાં પતિ અને સાસરિયાં હેરાન કરતા હતા. દારૂ પીને મારઝુડ કરતો પતિ પુત્રના જન્મ બાદ ખર્ચ ઘણો થયો હોવાનું કહી પિયરમાંથી રૂ.50 હજાર મગાવ્યા હતા અને છેલ્લા 6 મહિનાથી રૂ.2 લાખની માંગણી કરતા પતિ અને સાસરિયાંને જ્યારે મહિલાએ મારા પિતા પાસે આટલી મોટી રકમની સગવડ ન હોઇ હું ક્યાંથી લાવીને આપું તેમ કહેતાં તેણીને ધક્કો મારી પુત્ર સાથે પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે તેણીએ લાડોલ પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રસિંહ કિશોરસિંહ કચવાસા, કિશોરસિંહ માનસિંહ અને કૈલાશબા કિશોરસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.

કિસ્સો-2
લાડોલનાં નિતીબેનનાં લગ્ન વર્ષ 2016માં મૂળ ચાણસ્માના અને અંકલેશ્વર રહેતા કેતુલ પટેલ સાથે થયા હતા. લગ્નના 5 મહિના બાદ તારા માતા-પિતાએ અમારી હેસિયત મુજબની કોઇ ચીજવસ્તુ આપી નથી તેમ કહી સાસરિયાં ત્રાસ આપતા હતા. 18 જુલાઇ, 2018માં મહિલાને તેના પિતાએ રૂ.10 લાખ આપતાં તે પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગઇ હતી અને અહીં દોઢ વર્ષ રોકાઇ પરત ભારત આવી હતી. પતિ એકલો પરત ઓસ્ટ્રેલિયા જતો રહેતાં મહિલાએ પોતાને ઓસ્ટ્રેલિયા બોલાવવાનું કહેતાં પિયરથી 10 લાખની વ્યવસ્થા કરે તો લઇ જવાનું કહ્યું હતું. આ અરસામાં સાસરિયાંએ મારઝુડ કરી ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂકી હતી. જે અંગે તેણીએ લાડોલ પોલીસ સ્ટેશનમાં ખોડાભાઇ ચતુરભાઇ પટેલ અને કોકીલાબેન ખોડાભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...