તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વેક્સિનની અછત,50% રસીકરણ ઘટ્યું, 45+નાં 25 સેન્ટર બંધ રાખવાં પડ્યાં

મહેસાણા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
માતા, પુત્રી અને પુત્રએ એકસાથે કોરોના વેક્સિન લીધી, કહ્યું-કોરોનાને હરાવવા વેક્સિન લેવી જરૂરી - Divya Bhaskar
માતા, પુત્રી અને પુત્રએ એકસાથે કોરોના વેક્સિન લીધી, કહ્યું-કોરોનાને હરાવવા વેક્સિન લેવી જરૂરી
 • મહેસાણામાં 10 હજાર વેક્સિન ડોઝની સામે હાલ 50 ટકા આવી રહ્યા છે
 • મહેસાણા સિવિલ હોસ્પિટલ સહિતનાં કેન્દ્રોમાં વેક્સિનેશન માટે આવેલા 45+ના લોકોને ધક્કો પડ્યો

મહેસાણા શહેર સહિત જિલ્લામાં હવે 18 થી 44 વર્ષના લોકો માટે 15 વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયા છે. બીજી તરફ 45+ લોકોનું પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે. આથી બંને જૂથોને સાચવવા માટે વેક્સિનમાં તંત્રનો પનો ટૂંકો પડી રહ્યો છે. હાલ 50 ટકા ઓછો ફાળવાતાં 45+ના 25 સેન્ટરોમાં સોમવારે વેક્સિનેશન બંધ રાખવામાં આવતાં લોકોને ફેરો પડ્યો હતો.મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરના પુરુષ વોર્ડમાં 18 થી 44ની વયના રજીસ્ટર્ડ અને સેન્ટરના મેેસેજ ધરાવતા યુવાનોનું વેક્સિનેશન ત્રણ દિવસથી શરૂ કરાયું છે.

જ્યારે પ્રથમ માળે 45 વયથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે વેક્સિનેશન ચાલતું હતું. જોકે, સોમવારે વેક્સિન સ્ટોકના અભાવે આ સેન્ટર બંધ રહેતાં 45થી વધુ વયના વેક્સિન લેવા આવતાં લોકોને ફેરો પડ્યો હતો. આરોગ્ય તંત્રના સૂત્રોએ કહ્યું કે, જ્યાં 18+ તેમજ 45+ એમ બે સેન્ટર હતા, ત્યાં 45+ સેન્ટર ઓછું કરી 18+નું સેન્ટર ચાલુ રખાયું છે. જિલ્લાના કેટલાક સેન્ટરોમાં વેક્સિનના 50 થી 100 ડોઝના બદલે સોમવારે 30 થી 40 થયાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.

3 દિવસમાં રસીકરણ

1 મે10,928
2 મે5074
3 મે4910

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઇ પટેલે કહ્યું કે, શરૂઆતમાં 10 હજાર ડોઝ વેક્સિન ફાળવાતો હતો, જે હાલ 50 ટકા આવી રહ્યો છે. શરૂઆતમાં વેક્સિનેશનના 150 થી 160 સેન્ટર હતા. હાલ 125 જેટલા છે. જોકે 18+ના નવા 15 સેન્ટરમાં વેક્સિનેશન શરૂ કરાયું છે. વેક્સિન આવી રહી છે તેમ કેન્દ્રો પર વેક્સિનેશન ચાલુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો