તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:મહેસાણા જિલ્લામાં રિસર્વેના ગોટાળા મામલે 8મીથી કિસાન સંઘનું આંદોલન

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામપુરા ભીમનાથ મહાદેવે 400 ખેડૂતો ધરણાં કરશે

ભારતીય કિસાન સંઘે મહેસાણા જિલ્લામાં રિસર્વેના ગોટાળા બાબતે ખેડૂતોને થઈ રહેલી હેરાનગતિ મામલે 8 સપ્ટેમ્બરથી આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ દિવસે પ્રતિક ધરણાં બાદ કલેક્ટરને આવેદનપત્ર આપશે.

ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે કહ્યું કે, ડીઆઈએલઆર વિભાગ 56 હજાર અરજીઓ પૈકી 3 વર્ષમાં માત્ર 20 હજાર અરજીઓનો નિકાલ કરી શક્યો છે. જ્યારે બાકીની 36 હજાર અરજીઓનો નિકાલ કરવામાં વર્ષો લાગે તેમ હોવાથી 12 મહિનામાં રિસર્વેનો નિકાલ કરો અથવા ખુરશી છોડીને જતા રહો તેવી વાત સાથે તા.8મીથી આંદોલન શરૂ કરવાના છીએ. ઉપરાંત, ખેડૂતોને કૃષિપાકોના પોષણક્ષમ ભાવ બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કિસાન સંઘની આગેવાની હેઠળ 8મીએ રાજ્યવ્યાપી ધરણાં કરી આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો છે.

મહેસાણા તાલુકાના રામપુરા પાસેના ભીમનાથ મહાદેવ મંદિર કેમ્પસમાં 400 કરતાં વધારે ખેડૂતો પ્રતિક ધરણાં કરશે. જ્યારે રિસર્વેમાં ગોટાળા બાબતે ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડાશે. કલેક્ટરને આવેદન આપી ખેડૂતોની માંગોની રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...