તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:હાંકી કઢાય તે પહેલાં કીર્તિસિંહનું રાજીનામું, કહ્યું ભાજપ સાથે મળી સિનિયર નેતાઓ ધંધો કરે છે

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં પ્રદેશ મહામંત્રી અને પ્રભારી પદેથી રાજીનામું
 • MLA બળદેવજી ઠાકોર, સાગર રાયકા, નરેશ રાવલ સહિતે મારી કેરિયર બગાડવા પ્રયાસ કર્યો

જિલ્લામાં પંચાયત- પાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીથી લઇ મેન્ડેટ ફાળવવા સહિત મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે કિર્તીસિંહ ઝાલાએ મંગળવારે પ્રદેશ મહામંત્રી અને પ્રભારીના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામા અંગે કિર્તીસિંહ ઝાલાએ જણાવ્યું કે, મારા કારણે પાર્ટીની શાખ ન બગડે તે માટે તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. ધારાસભ્ય બળદેવજી ઠાકોર, સિનિયર નેતા સાગર રાયકા, નરેશ રાવલ સહિતે મારી રાજકીય કેરિયરને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે.

નવી નેતાગીરી કે નવો ચહેરો ઉભો ન થાય તે માટેના પ્રયાસો છે. કોંગ્રેસમાં જૂથવાદ કરતા ભાજપ સાથે મળીને જે નેતાઓ ધંધા કરે છે તેમનો ઇરાદો કોંગ્રેસને મજબૂત કરવાનો નથી. ધારાસભ્ય બળદેવજી ઠાકોર જિલ્લાના ધારાસભ્ય ન હોવા છતાં દાદાગીરી કરીને કડીના મેન્ડેટ લઇ ગયા. કડીના સિનિયર નેતાઓને ટિકિટ નહીં આપવાની તેમની જીદ હતી. વિસનગરમાં ધોકા લઇને લોકો મારવા આવે તેવી સ્થિતિમાં મેન્ડેટ ઉમેદવાર સુધી પહોંચતાં કર્યા તેનો મને આવો જશ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો