તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિન્નરની હત્યાનો ભેદ ઉકેલાયો:વાઘોડિયા નજીક હત્યા કરી કિન્નરની લાશ વડોદરા પાસે ની મુખ્ય કેનાલ માં ફેંકી હત્યારાઓને મહીસાગરનું પાણી લેવડાવી ગુરૂએ કોઇને ન કહેવા સોગંધ લેવડાવ્યા

મહેસાણા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
આંતરિક ઝઘડામાં કિન્નરોએ જ કિન્નરની હત્યા કરી હોવાનો ખુલાસો થયો - Divya Bhaskar
આંતરિક ઝઘડામાં કિન્નરોએ જ કિન્નરની હત્યા કરી હોવાનો ખુલાસો થયો
 • વાઘોડિયા પાસે કિન્નરના માથા-આઇબ્રોના વાળ બ્લેડથી કાપી મૂઢ મારમારી હત્યા કરી હતી
 • પોલીસે અલગ અલગ ટીમો બનાવી 7 જેટલા હત્યારા કિન્નરોની ધરપકડ કરી
 • હત્યા મામલે ગુરુ વૈભાલી અને તેનો બનેલી હજી પણ ફરાર

મહેસાણાના કડીના રંગપુરડા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી મળી આવેલી કિન્નરની લાશ મામલે છેલ્લા બે દિવસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે કિન્નરની હત્યા થઈ હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે આજે હત્યા મામલે સાત કિન્નરને ઝડપી સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આંતરિક ઝઘડામાં કિન્નરોએ જ કિન્નરની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

પોલીસની પૂછપરછમાં જાનુ નામની કિન્નર ભાંગી પડી
પોલીસે ટેક્નિકલ મદદ અને ખાનગી બતમીદારો આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો, જેમાં મરણ પામનાર ભાવિકા ઉર્ફે ભાવેશ અને અન્ય એક કિન્નર જેનું નામ જાનું છે, આ બને કિન્નરોની 17 માર્ચના રોજ હાજરી બાબતે પોલીસે તપાસ કરી હતી જેમાં બને નું લોકેશન એક બીજાના નજીકમાં આવતું હોવાનું તપાસમાં જાણવા મળતા કિંન્નર સોઢા પરમાર પ્રવીણ ભાઈ ઉર્ફે ભાવિક છનાજી ઠાકોરના મોત બાબતે જાનું નામના કિન્નરની પૂછપરછ કરવામાં આવતા જાનું નામનો કિન્નર ભાંગી પડ્યો હતો અને તેણે પોલીસ સમક્ષ સમગ્ર મામલો જણાવ્યો હતો.

પૂછપરછ કરવામાં આવતા જાનું નામનો કિન્નર ભાંગી પડ્યો હતો
પૂછપરછ કરવામાં આવતા જાનું નામનો કિન્નર ભાંગી પડ્યો હતો

આંતરિક ઝઘડા કારણે નિપજાવાઈ હત્યા
જેમાં પોલીસની વધુ તપાસ માં જાણવા મળ્યું હતું કે, મૃત્યુ પામનાર કિન્નર ભાવિક અને કિન્નર ગોપી, કિન્નર રિયાએ તેમના ગુરુ પ્રમુખ વૈભાલી માસીના માતા લીલા બેન સાથે અંદરો અંદર ઝગડો થયો હતો. જેના કારણે આ કિન્નરોએ કિન્નરોના ગુરુ વૈભાલી સાથે પણ ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ મૃત્યુ પામનાર કિન્નર ભાવિકા અને કિન્નર ગોપી બને કિન્નરો વૈભાલી નો અખાડો છોડી નીકળી ગયા હતા. ત્યારબાદ આ બને કિન્નરો વૈભાલી માસીના વિસ્તારમાં આવી ને ભીક્ષાવૃતિ કરતા હતા.વૈભાલી માસીના અખાડાના કિન્નરો ગામમાં ભીક્ષાવૃતિ માટે જતા તેમને ભીખ ના મળતા આ કિન્નરોના બે જૂથ વચ્ચે મનદુઃખ થયું હતું.

મૃતકને વાઘોડિયાના અખાડામાં બોલાવ્યા હતો
16 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે કિન્નરોના ગુરુ વૈભાલીએ મૃત્યુ પામનાર ભવિકાને વડોદરામાં આવેલા ​​​​વાઘોડિયાના અખાડામાં બોલવાયો હતો. જેમાં ગુરુ વૈભાલી અને તેના બનેવી જીવણ ની મદદ થી 7 જેટલા કિન્નરો ભેગા મળી મૃત્યુ પામનાર ભવિકાને મૂઢ માર મારી માથા ના વાળ કાપી રાત્રીના સમય દરમિયાન નજીકના ખેતરમાં લઇ જઇને મૂઢ માર મારીને પાછો અખાડા માં લાવી ને પણ માર માર્યો હતો. ત્યારબાદ કિન્નર ભવિકા ને રાત્રે સુવાડી તેનું રાત્રી દરમિયાન મોત નીપજ્યું હતું.

ભીક્ષાવૃતિ માટે જતા તેમને ભીખ ના મળતા આ કિન્નરોના બે જૂથ વચ્ચે મનદુઃખ થયું હતું
ભીક્ષાવૃતિ માટે જતા તેમને ભીખ ના મળતા આ કિન્નરોના બે જૂથ વચ્ચે મનદુઃખ થયું હતું

પોલીસે આ મામલે સાત કિન્નરોને ઝડપી પાડ્યા
હત્યા બાદ આરોપીઓએ સોગંદ લીધાજેથી વૈભાલીની ઇક્કો ગાડીમાં રાત્રી દરમિયાન કિન્નર ભાવિકાની લાશને જરોદથી 71 કિલોમીટર દૂર નર્મદાની મુખ્ય કેનાલ સિકંદર પોરિયા બ્રિજ ઉપરથી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ ગુરુ વૈશાલી એ તમામ 7 જેટલા કિન્નરોને મહીસાગરનું પાણી લેવડાવી આ હત્યા મામલે કોઇને પણ નહીં કહેવાની સોગંધ લેવડાવી હતી. પોલીસે આ મામલે સાત કિન્નરોને ઝડપી પાડ્યા છે. જ્યારે વૈભાલી માસી અને તેનો બનેલી હાલ ફરાર હોય બંનેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો