તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:કિન્નરની હત્યાના આરોપી કિન્નરના જામીન ફગાવાયા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિક્ષાવૃતિ મામલે 9 કિન્નરોએ હત્યા કરી લાશ કડીના રંગપુરડા પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં ફેંકી દીધી હતી

વડોદરાના વાઘોડીયાના જરોદમાં ભિક્ષાવૃતિ માગવા બાબતે થયેલી મારામારીની અદાવત રાખી 9 કિન્નરોએ ભેગા મળી એક કિન્નરની હત્યા કરી કેનાલમાં ફેંકી દીધી હતી. આ કેસમાં એક કિન્નરની નિયમિત જામીન અરજી મહેસાણા એડીશનલ સેશન્સ કોર્ટે ફગાવી હતી. કડીના રંગપુરડા પાસે નર્મદા કેનાલમાંથી જરોદના કિન્નર ભાવેશ ઉર્ફે ભાવિકા ઉર્ફે દીલકી ઠાકોરની હત્યા કરાયેલી લાશ મળી હતી.

કિન્નર ભાવેશ ઠાકોરને ભિક્ષાવૃતિ માગવા બાબતે થયેલી મારામારીની અદાવત રાખી 9 કિન્નરોએ હત્યા કરી હોવાનું ખૂલતાં કડી પોલીસે 9 કિન્નરો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ મૂકાયા બાદ કિન્નર પરમાર કિરણ ભાઈજીભાઈએ નિયમિત જામીન માટે અરજી કરતાં મહેસાણા એડીશનલ સેશન્સ જજ એમ.ડી. પાન્ડેએ સરકારી વકીલ ભરતભાઈ જી. પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી કિન્નરના જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...