તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:કડીમાં કિન્નરના મોતનો મામલો, PM રિપોર્ટમાં કિન્નરની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો

કડી6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 17 દિવસ પહેલા રંગપુરડા નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી

કડી તાલુકાના રંગપુરડા ગામ નજીકથી પસાર થયી રહેલ નર્મદાકેનાલમાંથી આશરે 23 વર્ષના કિન્નર ની લાશ થોડાક દિવસો પહેલા પાણીમાં તરતી મળી આવી હતી. કડી પોલીસે અકસ્માતે ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવ્યું હતું જેમાં પી.એમ.રીપોર્ટ માં માથાના ભાગે હથિયાર થી ઘા મારતા મૃત્યુ નીપજ્યું હોવાનો ઘટસ્ફોટ થતા મૃતક કિન્નર ના કાકા ઠાકોર લાલાજી અંબાલાલ જવાનજી રહે.નાંદોલ,સલકી રોડ,ઠાકોરવાસ,તા. દહેગામ,જી.ગાંધીનગર વાળાએ અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધાવતા શહેરમાં ચકચાર વ્યાપી છે.

રંગપુરડા ગામની નર્મદા કેનાલમાં 18/03/2021 ના રોજ પાવર હાઉસ નજીક અજાણ્યા ઇસમની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી. જેથી નજીકના રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ લાશને જોઈ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાની મદદથી લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી જેમાં પોલીસે લાશનું પરીક્ષણ કરતા લાશના માથાના ભાગે ઇજાના નિશાન જોતા કડી પોલીસે શંકાના આધારે અમદાવાદ ખાતે ફોરેન્સિક પી.એમ.માટે મોકલી આપી હતી.શનિવારના રોજ અમદાવાદ ખાતેથી પી.એમ.રીપોર્ટ આવતા તેમાં માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઇજાઓ થવાથી મોત નીપજ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસે લાશને તેમના વારસોને આપી દીધી હતી.પોલીસે પી.એમ.રીપોર્ટ મૃતક ઠાકોર ભાવેશ ઉર્ફે મંગો ઉર્ફે ભાવિકા માસી(કિન્નર) ઉં. આશરે 23 વર્ષ ના સગાં ને આપતા મૃતક ભાવિકા માસી ના કાકા લાલાજી ઠાકોરે કડી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો