હાલાકી:મહેસાણાના ગાયત્રી મંદિર રોડ પર ગંદકીનું સામ્રાજ્ય

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તામાં રેતી, કચપી પથરાતાં વાહનચાલકોને અકસ્માતનો ભય

મહેસાણા શહેરમાં જીઇબી સામે આવેલા જૂના ગાયત્રી મંદિર રોડ પર રખડતી ગાયો સહિતનાં પશુઓના મળત્યાગ તેમજ રેતી અને કપચી ઢોળાયેલી હોઇ અહીંથી અવર જવર કરતાં રાહદારીઓ અને વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા છે.

ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા પ્રોફેસર આનંદ મંકોડિયાએ કહ્યું કે, આ રસ્તામાં છેલ્લા એક વર્ષથી નવા બનતાં મકાન માટે રેતી અને કપચીના મોટા ઢગલાએ એકબાજુનો આખો રોડ ઢાંકી દીધો છે. આ ઢગલાને કારણે ગાયો અને કૂતરાં મળત્યાગ કરી બરોબર રસ્તા વચ્ચે તેના પર અડ્ડો જમાવીને દિવસ અને રાત બેસી રહે છે. જેના લીધે ત્યાંથી પસાર થતાં વાહનો ખાસ કરીને દ્વિચક્રી વાહનો અને તેમાં પણ વડીલો અને મહિલાઓને અતિશય હાલાકી ભોગવવી પડે છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ નંબર મેળવેલ શહેરના સત્તાધિશોનું ધ્યાન હજી સુધી કેમ આ તરફ ગયું નથી તેવો સવાલ રહીશોમાં ઊઠી રહ્યો છે. આખા રસ્તામાં ગંદકીનું સામ્રાજ્ય હોઇ સત્વરે પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...