હત્યાની કોશિશ:નંદાસણમાં ઝઘડી રહેલા યુવકોને છોડાવવા જતાં છરીથી ખૂની હુમલો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના દિનેશ ઉર્ફે હવેલી સહિત 3 જણા સામે હત્યાની કોશિશનો ગુનો

નંદાસણ ગામે ડાંગરવા જતા રોડ ઉપર જીઇબીની બાજુમાં લગ્ન પ્રસંગમાં આવેલા યુવકો ઝઘડી રહ્યા હોઇ વચ્ચે પડેલા યુવક પર છરીથી ખૂની હુમલો કરાયાની ઘટના નંદાસણ પોલીસ મથકમાં નોંધાઇ છે. મૂળ કડી તાલુકાના માથાસુર ગામના અને હાલ નંદાસણથી ડાંગરવા જતા રોડ ઉપર ગોકળપુરામાં રહેતા સંજયજી દિનેશજી ઠાકોરના પિતરાઇ ભાઇના લગ્ન પ્રસંગમાં તેના મિત્રો આવેલા હતા.

રવિવારે રાત્રે મહેસાણા ટીબી રોડ પર રહેતા દિનેશજી ઉર્ફે હવેલી ધનાજી ઠાકોર, ઉમાનગર સ્કૂલની પાછળ રહેતા સંજયજી શંકરજી ઠાકોર અને ગણેશપુરાના સચિન મનુગીરી ગોસ્વામી અને આનંદપુરાના ઠાકોર રાહુલજી કનુજી વચ્ચે ઝઘડો ચાલતો હતો.

સંજયજી છોડાવવા વચ્ચે પડતા દિનેશ હવેલીએ છરીથી હુમલો કરી તેમજ અન્યોએ મારપીટ કરી ગાડી લઇ ભાગી ગયા હતા. જે અંગે સંજયજી ઠાકોરે દિનેશ હવેલી સહિત 3 શખ્સો સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...