તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ફોન પર કોની સાથે વાત કરે છે તેમ કહી મહિલાને મારી

નંદાસણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીના ગોકુળપુરા (નંદાસણ)ની મહિલાને ત્રાસ

કડી તાલુકાના ગોકુળપુરા (નંદાસણ)માં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, દિયર, જેઠ અને પતિના મિત્ર સામે ત્રાસ આપી મારપીટ કર્યાની ફરિયાદ નંદાસણ પોલીસમાં નોંધાવી છે. અમદાવાદની યુવતીના લગ્ન 10 વર્ષ અગાઉ સતલાસણાના આંબાઘાટાના મનોજ કાનાજી ઠાકોર સાથે થયા હતા. જે તેના પતિ અને સાસુ-સસરા સાથે નંદાસણના ગોકુળપુરામાં રહેવા આવ્યા હતા. બાદમાં સાસુ-સસરા ત્રાસ આપતા હોઇ પતિ સાથે અલગ રહેવા છતાં ઝઘડા ચાલુ રહેતાં પિતાના ઘરે આવી ગઈ હતી.

25 મેના રોજ પરિણીતા પર તેના પતિનો ફોન આવતાં કોની સાથે વાતો કરે છે તેમ કહી બપોરે પતિ તેના મિત્ર પીન્ટુ સાથે આવી માર માર્યો હતો. ત્યાર બાદ સાંજે પતિ, દિયર, સાસુ, સસરા, જેઠ અને મિત્ર ફરી ઘરે આવી ધક્કામુક્કી કરી ફોન પર કોના સાથે વાતો કરે છે તેમ કહી માર માર્યો હતો. પરિણીતાએ પતિ મનોજ, સસરા કાનાજી, સાસુ રમીલાબેન, રાજુજી, પ્રહલાદજી ઠાકોર અને પિન્ટુ રાવળ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...