કોર્ટનો હુકમ:કાંકરેજના ખોડલાના શખ્સને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણાના વેપારી પાસેથી ઉછીના લીધેલા રૂ.6 લાખમાંથી રૂ.5.45 લાખનો ચેક રિટર્ન થયો હતો

કાંકરેજ તાલુકાના ખોડલા ગામના શખ્સને ચેક રિટર્ન કેસમાં મહેસાણા કોર્ટે 1 વર્ષ કેદ અને ફરિયાદીને રૂ.5.45 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે. મહેસાણાના રાધનપુર રોડની ગોવર્ધનપાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ ચૌધરીએ ખોડલા ગામના વિક્રમ કાનજીભાઈ લોઢાને વર્ષ 2015માં રૂ.6 લાખ ઉછીના આપ્યા હતા.

વર્ષ 2016માં રૂ.55 હજાર રોકડા અને રૂ.5.45 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેન્કમાં ભરતાં બેલેન્સના અભાવે પરત ફર્યો હતો. આથી રમેશ ચૌધરીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. વર્ષ 2016માં આરોપીએ સમાધાન કરી રકમ આપી દેવાની કોર્ટમાં ખાતરી આપતાં સમાધાન કરાયું હતું.

જોકે, સમાધાન થયાના 5 વર્ષે પણ રકમ નહીં આપતાં ફરીથી કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ મહેસાણાના ત્રીજા એડીશનલ ચીફ જજ ડી.બી.રાજન સમક્ષ ચાલી જતાં ફરિયાદીના વકીલ શીતલબેન પટેલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ખોડલા ગામના વિક્રમ કાનજીભાઈ લોઢાને 1 વર્ષ કેદ અને રૂ.5.45 લાખ દિન-30માં કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...