તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટે દિવ્યાંગો માટે આરોગ્યવીમા પોલિસી લીધી

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક અને માધ્યમિકમાં અભ્યાસ કરતા 1921 દિવ્યાંગોને પોલીસીમાંં આવરી લીધા

ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહેસાણા જિલ્લાના માનસિક દિવ્યાંગ ઓટીઝમ સેરેબ્રલ પાલ્સી અને બહુવિધ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ જનોને નેશનલ ટ્રસ્ટ ન્યુ દિલ્હી હેઠળ એક લાખની મર્યાદામાં વિમા પોલિસી આપવામાં આવે છે આ વિમાનું પ્રીમિયમ સમાજ સુરક્ષા ખાતા ના સહયોગથી ભરવામાં આવે છે આ મેડીક્લેમ પોલિસીમા કોરોના ની સારવાર ખર્ચ, વિવિધ થેરાપી ખર્ચ, દવાખર્ચ, બોડી ચેક અપ વગેરે ખર્ચ આવરી લેવામાં આવે છ.

ત્યારે ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લોકડાઉનના સમયમાં દિવ્યાંગ બાળકો ના વાલીઓને જિલ્લાની દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સમગ્ર શિક્ષા મહેસાણા અંતર્ગત પ્રાથમિક માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની વિગત મેળવી કુલ 1921 બાળકોને આવરી લઇ આ પોલીસ નો લાભ આપ્યો છે પોલીસી હોલ્ડરે જો સારવાર લીધેલ હોય તો તેના 25 દિવસ ની અંદર દવા બિલોડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, બેન્ક એકાઉન્ટની વિગત, નિરામયા હેલ્થ કાર્ડ દિવ્યાંગતાના પ્રમાણપત્ર ની વિગત રક્ષા ટીપીએ વડોદરા ખાતે મોકલવાની રહે છે. ત્યારબાદ તેઓને તેમના બેંક એકાઉન્ટમાં ક્લેઇમની રકમ રીએમ્બેસ કરી આપવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...