તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની ખો-ખો:મહેસાણાની પાલાવાસણા ત્રણ રસ્તાથી બાયપાસ રોડ રિપેર કરવા તંત્રની ખો-ખો

મહેસાણા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રક એસોસીએશનના પ્રમુખે જિલ્લા કંટ્રોલમાં 10 ફોન કર્યા
 • માર્ગ-મકાન અને હાઇવે ઓથોરિટીએ એકબીજા ઉપર ઢોળ્યું

મહેસાણાની પાલાવાસણા ત્રણ રસ્તાથી હેડુવા બાયપાસ સુવિધા કોલેજ સુધીના બિસમાર રોડ અંગે શહેરના જાગૃત નાગરિકે જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલમાં 10 વખત ફોનથી ફરિયાદ કરી, કાર્યપાલક ઇજનેર અને હાઇવે ઓથોરિટીમાં રજૂઆત કરી તો રિપેરિંગ કામ માટે એકબીજાના માથે ઢોળી રહ્યા હોવાનો આક્રોશ રજૂઆતકર્તાએ વ્યક્ત કર્યો હતો.

મહેસાણા જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પુંજીરામભાઇ પટેલે કહ્યું કે, આ રોડ રિપેરિંગ કરવા જિલ્લા કલેકટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલમાં 10 ફોન કર્યા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી તો તેઓ કહે છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી માં રોડ આવે છે. ત્યાર પછી પાલનપુર ખાતે નેશનલ હાઇવે ઓથોરિટીના ચૌહાણ સાથે રોડ રિપેરિંગ કરવા વાત કરી તો તે કહે છે કે, માર્ગ અને મકાન વિભાગે રિપેરિંગ કરવાનું હોય.

ફરી માર્ગ-મકાન વિભાગ મહેસાણાને પૂછ્યું તો કહે છે, ત્રણ મહિના રોડનો પિરિયડ પૂરો થયો છે, નેશનલ હાઇવે ઓથોરિટીએ રોડ સોંપ્યો નથી. આમ, રોડ મરામત થયા વગરનો રહ્યો છે. વાસ્તવમાં આ રોડ પર ટ્રાફિક વધતાં હવે ફોરલેન બનાવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો