તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્સર નિવારણમાં તેનું આગોતરું નિદાન બહુ મહત્વની બાબત છે.તેમ ગુજરાતના કેન્સર નિષ્ણાત ઓકોલોજીસ્ટ ડો.અંકિત પટેલે જણાવ્યું હતું. વિશેષમાં તેઓએ જણાવ્યુ હતું કે સ્થાવર મિલકતમાં રોકાણ કરવા કરતાંયે વધારે રોકાણ આપણે સાત્વિક ખોરાક માટે કરવું જોઈએ ગણપત યુનિ.ની ફાર્મસી ફેકલ્ટીની એસ.કે.પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ કેન્સર દિવસ નિમિત્તે યોજાયેલા કેન્સર નિવારણ જાગૃતિ અંગે ખાસ ઓનલાઇન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલના ઓકોલોજીસ્ટ ડો. અંકિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ઉપરાંત દેશભરના વિવિધ 8 રાજ્યના કુલ 283જેટલા ફાર્મા સ્ટુડન્ટ અને અભ્યાસુઓ ઓનલાઇન હાજર રહ્યા હતા. ગણપત યુનિ.ના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઇ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું કે દરેક વ્યક્તિએ સમયસર શારીરિક તપાસ કરાવી લેવુ જેથી વહેલી તકે પકડી શકાય અને યોગ્ય સારવાર દ્વારા નાથી શકાય. કાર્યક્રમનું આયોજન પ્રોફેસર ડોક્ટર નિકુંજનાબેન પટેલે તથા પ્રોફેસર ગીતાબેન પટેલ કર્યું હતું .
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.