તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વિસ્ફોટ:ખેરાલુના વાવડીના યુવકનું કોરોનાથી મોત, જિલ્લામાં વધુ 20 પોઝિટિવ કેસ

મહેસાણાએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણામાં 9, વિસનગરમાં 4, કડીમાં 3, ખેરાલુમાં 2, વડનગર અને જોટાણામાં 1-1 કેસ
 • પાટણમાં 22, બનાસકાંઠામાં 5 અને સાબરકાંઠામાં 11 મળી ઉ.ગુ.માં નવા 58 કેસ નોંધાયા

ખેરાલુના વાવડી ગામના 19 વર્ષના યુવાનને મંગળવારે કોરોનાના લક્ષણો જણાતાં મહેસાણા સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. જ્યાં બુધવારે તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાના ગણતરીના કલાકોમાં જ મોત થયું હતું. કોરોનામાં અત્યાર સુધીમાં સૌથી નાની ઉંમરના વ્યક્તિના મોતને પગલે આરોગ્ય વિભાગ દોડતો થયો છે. જ્યારે જિલ્લામાં બુધવારે વધુ 20 પોઝિટિવ કેસ આવ્યા હતા.

જેમાં મહેસાણામાં 9, વિસનગરમાં 4, કડીમાં 3, ખેરાલુમાં 2, વડનગર અને જોટાણામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગે સંપર્કમાં આવેલા 580થી વધુને ક્વોરન્ટીન કરવા તજવીજ કરાઇ છે. બુધવારે 21 દર્દીને રજા અપાઇ છે, જ્યારે 380 દર્દીઓ હજુ સારવાર લઇ રહ્યા છે. બુધવારે મહેસાણામાં 20, પાટણમાં 22, બ.કાંઠામાં 5, સા.કાંઠામાં 11 મળી ઉ.ગુ.માં નવા 58 કેસ આવ્યા હતા.

પુનાસણમાં 4, આંબલિયાસણમાં વેપારીને કોરોના ચેપ
આંબલિયાસણમાં વેપારીને, જ્યારે જોરણંગમાં બે મહિના પહેલાં વિદેશથી આવેલાં 56 વર્ષનાં મહિલા અને યુવાનનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તો પુનાસણમાં 4 કેસ આવ્યા છે. જે ઓએનજીસીના વેલ પર કામ કરે છે.

કોરોના સંક્રમિત દર્દીઓ
મહેસાણા :

 • મોઢેરા રોડ (73)(પુરૂષ)
 • રાધનપુર રોડ (24)(પુરૂષ)
 • વિસનગર લીંક રોડ (35)(મહિલા)
 • ફતેપુરા (49)(પુરૂષ)
 • પુનાસણ (65)(પુરૂષ)
 • જોરણંગ (56)(મહિલા)
 • આંબલિયાસણ (64)(પુરૂષ)
 • જોરણંગ (28)(પુરૂષ)
 • ગોઝારિયા (78)(પુરૂષ)

કડી : રામજી મંદિર પાસે (42)(પુરૂષ)

 • લવારાકુઇ (53)(મહિલા)
 • વડુ (72)(પુરૂષ)

વડનગર : વડનગર (85)(પુરૂષ)

 • વિસનગર : દેણપ (57)(પુરૂષ)
 • કાંસા (એનએ) (52)(પુરૂષ)
 • કાંસા (એનએ) (17)(પુરૂષ)
 • દેણપ (33)(પુરૂષ)

ખેરાલુ : વાવડી (19)(પુરૂષ)

 • સમોજા (35)(પુરૂષ)

જોટાણા : મોદીપુર ક(25)(પુરૂષ)

અન્ય સમાચારો પણ છે...