સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા તાલુકા ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને વડનગરનો વારસો અંતર્ગત ગ્રંથાલયમાં વડનગરનો વારસો અને સ્વામી વિવેકાનંદ સહિતના પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા યોજી વિજેતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રાંતઅધિકારી મહિપતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ યુવાઓના આદર્શ છે. તેમની સ્મૃતિમાં યુવાનો પ્રેરણા લે અને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજે એ વિષય પર એક વકૃતવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વડનગર એક પ્રવાસન સ્થળ તરીકે ઉબૂરી રહ્યું છે, ત્યારે જુદી જુદી ઇવેન્ટ કરી હતી. આજે વકૃતવ સ્પર્ધા સાથે સાથે પુસ્તક નિર્દશન પણ રાખવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.