રોડ સાવ બિસમાર:કડીનો કૈયલ-શેઢાવી રોડ ખાડામાં વરસાદી પાણી ભરાતાં જોખમી બન્યો

નંદાસણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે સ્ટેશનથી ગરનાળા સુધીના રોડ સાવ બિસમાર

કડી તાલુકામાં કૈયલ- શેઢાવી રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આંબલિયાસણ મોટું બજાર હોવાથી તથા અનાજ માર્કેટ અને શાકમાર્કેટના કારણે આ રસ્તાનો વાહનચાલકો વધુ ઉપયોગ કરે છે. ઘણા વર્ષોથી રેલવેનું કામ ચાલુ હોવાથી રેલ્વે સ્ટેશનથી ગરનાળા સુધીના રોડ ઉપર ખાડા પડી ગયા છે અને હાલમાં વરસાદી પાણી ભરાતાં રસ્તા પર વાહન ચલાવવું જોખમી બન્યું છે. વાહનોમાં પંચર પડવા તથા દ્રિચક્રીય વાહનો સ્લીપ ખાઇ જવાના બનાવ બનતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...