ધરપકડ:કડીમાં 16, પાટણ, બાવલુ અને કલોલમાં 1-1 ચોરી કરનાર કડીનો શખ્સ ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસઓજીએ 34228નો મુદ્દામાલ જપ્ત કર્યો

કડીના કસ્બામાં રહેતા નામચીન ઘરફોડ ચોર યાસીન ઉર્ફે ટાઈગર પઠાણને એસઓજીએ રૂપિયા 34 હજારના મુદ્દામાલ સાથે ઝડપી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. કડીના યાસીન પઠાણ સામે અત્યાર સુધી 19 જેટલાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.

એસઓજી પીઆઈ બી.એચ. રાઠોડ સહિતની ટીમ કડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નરેશકુમાર અને અબ્દુલગફારને મળેલી બાતમી આધારે થેલીમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓનુ વેચાણ કરવા નીકળેલાં કડીના કસ્બા વિસ્તારમાં ઈમામકુઈ રોડ નજીક રહેતા યાસીન ઉર્ફે ટાઈગર કાલેખાન પઠાણને ઝડપી પાસેથી રૂ. 22598ની કિંમતની ચાંદીની વસ્તુઓ, 10130 રોકડ અને મોબાઈલ મળી રૂપિયા 34228નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયા બાદ યાસીન પઠાણની પ્રાથમિક પૂછપરછમાં તેણે 4 દિવસ અગાઉ મોરબી શહેરમાં ખાટકી વાસ નજીક ગોસ્વામીના મકાનમાં ચોરીની કબૂલાત કરી હતી. યાસીન પઠાણનો ભૂતકાળ પણ ગુનાહિત છે. તેની સામે કડી પોલીસ સ્ટેશનમાં 16, પાટણ, બાવલુ અને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં 1-1-1 ઘરફોડ ચોરીના ગુના અગાઉ નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...