તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કડીમાં લગ્ન સમયે ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, રોકડ રકમ અને દાગીના સાથે ચોર ઝડપાયો

મહેસાણા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીઓ પાસેથી સોનાના દાગીના મળી તેમજ રોકડ રકમ રૂપિયા 20 હજાર કબ્જે કર્યાં

કડીમાં અગાઉ 31 માર્ચના રોજ કસ્બા વિસ્તારમાં આવેલ સિંધીવાળામાં રહેતા મહમદયુસુફ બેલીમ નામના ઈસમના ઘરે લગ્ન પ્રસંગ હોઈ ત્યારે ઘણા મહેમાનો આવેલા હતા. એ દરમિયાન મહેમાનો સાથે મોડી રાત સુધી બેસી બધા સુઈ ગયા હતા. ત્યારે બાદ વહેલી સવારે ઘરમાં જોતા ઘરનો સમાન અસ્ત વ્યસ્ત જોવા મળતા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણતા આ મામલે કડી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

જે મામલે કડી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી.ગોસ્વામીએ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચોરી થઈ હતી તે જગ્યાની આજુબાજુ cctv મારફતે તપાસ કરી હતી. જેમાં જે રાત્રીના સમયે ઘરમાં ચોરી થઈ હતી. એજ સમયે એક અજાણ્યો ઈસમ અંધારામાં ચોરી વાળા ઘરની બહાર આંટા ફેરા કરતો cctv કેમેરા માં કેદ થયો હતો.

જેથી પોલીસે ટેક્નિકલ અને પોતાના બાતમીદારોના આધારે માહિતી એકત્રિત કરીને ચોરી કરનાર પઠાણ મોઇન ખાન ઉર્ફે મુરઘી ઉર્ફે બાપુ સાજીદ ખાન જે અમદાવાદના સરખેજમાં આવેલ પન્ના ફ્લેટમાં રહે છે. તેમજ આ આરોપી અલફલા ચિકનની એક દુકાનમાં હોવાની માહિતી મળતા આ ઈસમને ઝડપી તપાસ કરતા તેણે ચોરીનો માલ વેજલપુરમાં રહેતા પોતાના મિત્ર શેખ સાહિલ ઉર્ફે સુરતી સકીલને આપ્યા હતા. જેથી પોલીસે ટેક્નિકલ તેમજ ખાનગી માહિતીના આધારે લોકેશન મેળવી આરોપીઓને ઝડપી પડ્યા હતા. અને આરોપીઓ પાસેથી સોનાના દાગીના મળી તેમજ રોકડ રકમ રૂપિયા 20 હજાર કબ્જે કર્યાં હતા. તથા આરોપીને ઝડપી તેમની વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો