કડીમાં દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા આરોપીએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધા હતા. કડી તાલુકામાં 23 ઓક્ટોબરના રોજ ઝુલાસન ગામની સીમમાં ભરત કુમાર બાબુલાલ પટેલની બંધ ફેક્ટરી વાળા ખેતરમાં વાહનો મારફતે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પોલીસે રેડ મારી હતી. જ્યાં પોલીસે 25 લાખ 4 હજાર 114 સહિત કુલ 55 લાખ 35 હજારથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.
આ રેડ દરમિયાન એક ડમ્પર, ગાડી અને આરોપીને પોલીસે ઝડપી હતી. આરોપીઓ ગાડીઓમાં ખોટી નમ્બર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા હતા. આ સમગ્ર ગુનાના આરોપી અરવિંદ કુમાર મંગારામ જાટે પોતાના આગોતરા જામીન મેળવવા અરજી કોર્ટમાં મૂકી હતી. જ્યાં સરકારી વકીલ પરેશ કુમાર દવે કોર્ટમાં દલીલો કરી હતી કે, આરોપીનું નામ ફરિયાદમાં છે બીજા આરોપીઓ થતા હાલના આરોપીઓએ કાવતરું રચી વિદેશી દારૂ ગુજરાતમાં બિન પરવાનગીથી લાવવામાં આવ્યો છે તેમજ ડમ્પર અને પકડાયેલી ગાડીમાં નમ્બર પ્લેટ ખોટી લગાડી આરોપીઓનો પહેલાથી ઈરાદો ક્રાઇમ કરવાનો હતો.
આ ઝડપાયેલા આરોપીની ગાડીમાંથી પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુના નોંધાયેલા છે અને કોઈ ગુનામાં પ્રથમ દર્શનીય કોઈ રોલ હોય તેવા જ આરોપીઓને આગોતરા જામીન મળી શકે છે. આરોપીની સંડોવણી જોતા આરોપીના આગોતરા જામીન ના મંજૂર કરવાની દલીલ કરતા મહેસાણા એડિશનલ સેશન્સ જજ એમડી પાંડે આગોતરા જામીન ફગાવ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.