તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કડીના રાજપુર ઉમિયા માતાજી મંદિર અને રામજી મંદિર તરફથી PHCને ત્રણ ઓક્સિજન મશીન ભેંટમાં આપ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના ટ્રસ્ટીઓએ માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું

કડી રાજપુર ઉમિયા માતાજી મંદિર અને રામજી મંદિરે સ્થાનીક પીએચસી ને ત્રણ ઓક્સિજન મશીનની ભેટ આપી કોરોનાના દર્દીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી.

ગુજરાતમા હાલ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.નાગરીકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે.કોવીડ 19 ના કહેર સામે મનુષ્ય લાચાર બની ગયો છે.રાજ્યનુ આરોગ્ય તંત્ર પાંગળુ પુરવાર થયુ છે.ત્યારે સ્થાનીક આરોગ્ય તંત્ર અને તબીબો ગામલોકો માટે ભગવાનનુ સ્વરૂપ બની રહ્યા છે.કડી તાલુકાના રાજપુર ગામના લોકો પણ કોરોનાની ઝપટમા આવી ગયા છે.ત્યારે રાજપુર પીએચસીના મેડીકલ ઓફિસર ડૉ.કેતન સોલંકી સહિતનો સ્ટાફ ગામ સહિત આસપાસના કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે રાત દિવસ મહેનત કરી રહ્યો છે.

સ્થાનીક આરોગ્ય તંત્રની કામગીરીમા બળ પુરૂ પાડવા ગામલોકોની મદદે રાજપુર ઉમિયા માતાજી મંદિર અને રામજી મંદિરના ટ્રસ્ટીઓએ રાજપુર પીએચસીને અંદાજે ત્રણ લાખની કિંમતના ત્રણ ઓક્સિજન મશીનની શનિવારે ભેટ આપી માનવસાવાનુ એક ઉત્તમ ઉદાહરણપુરૂ પાડ્યુ છે. અગ્રણી અને કડી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ પટેલ, સહિતના અગ્રણીઓએ પીએચસીને ભેટ અર્પણ વિધી કરીને પીએચસીના ડૉ.કેતન સોલંકીને ત્રણેય ઓક્સિજન મશીન ભેટ આપ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...