તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:કડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ક્રાઈમ બ્રાંચે 14 જુગારીને ઝડપી પાડ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

મહેસાણા જિલ્લામાં દિનપ્રતિદિન ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ગુનેગારો તેમજ દારૂ-જુગાર જેવા ગુનાઓ સાથે સંકળાયેલા લોકોને ઝડપવા મહેસાણા જિલ્લા પોલીસ એક્ટિવિટી છે જેમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાંચે કડીમાંથી એક સાથે 14 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે.

કડી માં આજ રોજ ઈન્દિરા નગર માં આવેલા એક મકાન માંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે 14 જેટલા જુગારીઓને ઝડપી પડયા હતા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના માણસો વડનગર ખાતે પેટ્રોલિંગ માં હતા ત્યારે સમગ્ર જુગાર ધામ મામલે ખાનગી રાહે માહિતી મળી હતી.

LCB ને બાતમી મળતા ટીમ સાથે કડી ના ઇન્દિરા નગર માં એક મકાન માં ચાલી રહેલા જુગાર ધામ પર આજે રેડ મારી 14 જુગારીઓ ને ઝડપી લીધા હતા તેમજ બે જુગારી મળી આવ્યા નહોતા જેથી પોલીસ ને માહિતી મળી હતી કે એજાઝ સુલેમાન અને માજિદ ખાન મહમદ ખાન પઠાણ નામના બે ઈસમો ભેગા મળી ને જુગાર ધામ ચલાવતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી જેમાં LCB એ રેડ મારી 14 જુગારીઓ સહિત કુલ રૂપિયા 6 લાખ 4 હજાર 100 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...